Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીના નેટવર્ક સંપ્રુણપણે ખતમ કરાશે :સક્રિય 100 આતંકવાદીઓની યાદી તૈયાર

લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓની સંખ્યા સૌથી વધુ : પુલવામા પછીના સ્થાને શોપિયાં ઉપરાંત કુલગામ, શ્રીનગર, અનંતનાગમાં સક્રિય આતંકવાદીઓ છે

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદી નેટવર્ક સંપૂર્ણપણે ખતમ કરવા માટે સુરક્ષા એજન્સીઓ કમર કસી ચૂકી છે.કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં સક્રિય જૈશ અને લશ્કર-એ-તોઇબા સહિતના સંગઠનોના આતંકવાદીઓનો સફાયો કરવો અને નવી ભરતી રોકવી તે સુરક્ષા દળો સામેનો પડકાર છે. કેમ કે જેટલા આતંકવાદી માર્યા જાય છે તેની સરેરાશમાં જ નવા આતંકવાદી ભરતી થતા હોય છે.

જાણકારી મુજબ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના નવ વિસ્તારોમાં સક્રિય 100 જેટલા આતંકવાદીઓની ઓળખ કરી લીધી છે. તેમાં જૈશના અડધો ડઝન આતંકવાદીઓ ઉપરાંત હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર અને અલ બદરના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. કાશ્મીરના પુલવામામાં સૌથી વધુ આતંકવાદી છે. અહીં બે ડઝન આતંકવાદી હોવાની આશંકા સેવાઇ છે

લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓની સંખ્યા સૌથી વધુ છે. પુલવામા પછીના સ્થાને શોપિયાં છે. એજન્સી તે ઉપરાંત કુલગામ, શ્રીનગર, અનંતનાગમાં સક્રિય આતંકવાદીઓ વિષેની જાણકારી પણ ધરાવે છે. આતંકવાદીઓના જમીની નેટવર્કને ખતમ કરવા માટે અનેક એજન્સી સાથે મળીને કામ કરી રહી છે. નેટવર્કને ખતમ કરવા નાણાકીય સંસાધનોને રોકવા, હવાલા ફંડિંગને રોકવા પણ અભિયાન ચાલતા હોય છે.

(12:00 am IST)