Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

1993ના મુંબઈ બ્લાસ્ટના મુખ્ય આરોપી સલીમ ગાઝીનું કરાચીમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ

સલીમ ઘણા સમયથી બીમાર હતો :મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો મુખ્ય કાવતરાખોર સલીમ થોડો સમય દુબઇ રહ્યાં બાદ પાકિસ્તાનમાં આશરો લીધો

મુંબઈ :1993ના મુંબઈ બ્લાસ્ટના મુખ્ય આરોપી સલીમ ગાઝીનું પાકિસ્તાનના કરાચીમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. સલીમ ઘણા સમયથી બીમાર હતા. સલીમ મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો મુખ્ય કાવતરાખોર હતો. સલીમ ગાઝી, જે ડોન છોટા શકીલનો નજીકનો માનવામાં આવે છે, તે હુમલા બાદ દાઉદ ઈબ્રાહિમ અને અન્ય સહયોગીઓ સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. તેણે ઘણી વખત પોતાની જગ્યાઓ બદલી હતી, તે થોડો સમય દુબઈમાં પણ રહ્યો હતો, આખરે પાકિસ્તાનમાં આશરો લીધા પછી, છોટા શકીલનો ગેરકાયદેસર ધંધો ફેલાવવાનું ચાલુ રાખ્યું હતું.

પરંતુ ઘણા દિવસોથી તેને હાઈ બ્લડ પ્રેશર અને અન્ય બીમારીઓ હતી. સલીમ ગાઝી હોસ્પિટલમાં દાખલ હતા, તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ શનિવારે તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

આર્થિક રાજધાનીમાં એક પછી એક ધડાકાએ લોકોને હચમચાવી દીધા. બ્લાસ્ટ કેસને ઉકેલવો સરળ ન હતો, પરંતુ તે સમયે મુંબઈ પોલીસના કમિશનર રહેલા રાકેશ મારિયાની સમજણએ આ મામલો ઉકેલી નાખ્યો. હુમલામાં સલીમ ગાઝી ઉપરાંત છોટા શકીલ, દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેનન અને તેના પરિવારના સભ્યો પણ સામેલ હતા. હાલમાં આ તમામ કરાચી અથવા યુએઈમાં છુપાયેલા છે.

(12:00 am IST)