Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઉત્તરાખંડમાં મોટો રાજકીય ભૂકંપ: ભાજપના કેબિનેટ પ્રધાન હરકસિંહ રાવતને પક્ષમાંથી અને પ્રધાનમંડળમાંથી તગેડી મૂકવામાં આવ્યા: તેમણે પોતાની પુત્રવધુ સહિત બે ટિકિટ માંગી હતી અને કોંગ્રેસમાં જોડાઇ જાય તેવી સંભાવના હતી

નવી દિલ્હી :ઉત્તરાખંડમાં મોટી રાજકીય રમઝટ બોલી રહી છે. ભારતીય જનતા પક્ષના ઉત્તરાખંડના પ્રદેશ નેતાગીરીએ કેબિનેટ પ્રધાન હરકસીંહ રાવતને  મંત્રી પદ પરથી અત્યારે મોડી રાત્રે બરખાસ્ત કર્યા છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પૂર્વે  મોટું પગલું લેવાયું છે.
ઉત્તરાખંડ ચૂંટણી પોઇરવે જ ભાજપે મંત્રી હરક સિંહ રાવતને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાછે, સાથોસાથ ઉત્તરાખંડની કેબિનેટમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા ચગે.
   
 ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હરકસિંહ રાવતની કોંગ્રેસમાં જોડાવાની અટકળો લગાવવામાં આવી રહી છે.  તમને જણાવી દઈએ કે હરક સિંહ રાવત ઘણા સમયથી ભાજપથી નારાજ હતા.  તેઓ વિધાનસભાની ચૂંટણીમાં બે ટિકિટની માંગ પર અડગ હતા.
 હરક સિંહ રાવતને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.  સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ તેમને ઉત્તરાખંડ કેબિનેટમાંથી બરતરફ કરી દીધા છે.  આ માહિતી સીએમઓ  દ્વારા આપવામાં આવી છે.  પાર્ટીએ તેમને અનુશાસનહીનતાને કારણે પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.
 હરક સિંહ રાવત લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા.  તેઓ વિધાનસભાની ચૂંટણીમાં બે ટિકિટની માંગ પર અડગ હતા.  આ અંગે તેઓ સતત દિલ્હીમાં હાઈકમાન્ડને પણ મળ્યા હતા.  તે રવિવારે સાંજે પણ દિલ્હી પહોંચી ગયા હતા.  કહેવામાં આવી રહ્યું છે કે, હરક સિંહ રાવત  વિધાનસભા ચૂંટણીમાં પોતાની વહુ માટે પણ  ટિકિટની માંગ કરી રહ્યા હતા.
પૌરી ગઢવાલ જિલ્લાની કોટદ્વાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હરક સિંહ રાવત તેમની બેઠક બદલવા તેમજ તેમની પુત્રવધૂ અનુકૃતિ માટે ભાજપ પાસેથી ટિકિટની માંગ કરી રહ્યા હતા.  માનવામાં આવે છે કે જો ભાજપ આ મુદ્દાઓ પર સહમત નહીં થાય તો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો વચ્ચે તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે

(9:40 am IST)