Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જાણીતા કથ્થક ડાન્સર અને પદ્મવિભૂષણ બિરજૂ મહારાજનું હાર્ટઅટેકથી નિધન

૮૩ વર્ષના બિરજૂ મહારાજે ગત રાતે અંતિમ શ્વાસ લીધાઃ બિરજૂ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૩૮ એ લખનૌમાં થયો હતો

નવી દિલ્હી,તા. ૧૭: પદ્મ વિભૂષણથી સન્માનિત ૮૩ વર્ષના બિરજૂ મહારાજે રવિવાર અને સોમવારની રાત દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી. ગાયિકા માલિની અવસ્થી અને અદનાન સામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને શ્રદ્ઘાંજલિ આપી છે.

માલિની અવસ્થીએ લખ્યું કે આજે ભારતીય સંગીતનો લય રોકાઈ ગયો. સૂર મૌન થઈ ગયા. ભાવ શૂન્ય થઈ ગયા. કથકના સરતાજ પંડિત બિરજુ મહારાજજી નથી રહ્યા. લખનૌના ડ્યોઢી આજે સૂની થઈ ગઈ. કાલિકાબિંદાદીનજીના ગૌરવશાલી પરંપરાની સુગંધ વિશ્વભરમાં પ્રસારિત કરનારા મહારાજ જીએ અનંતમાં વિલીન થઈ ગયા.

અદનામ સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું મહાન કથક નર્તક પંડિત બિરજૂ મહારાજ જીના નિધનના સમાચાર બહું વધારે દુઃખી છું. આજે આપણા કલાકના ક્ષેત્રમાં એક અનોખુ સંસ્થાન ખોઈ દીધુ છે. પોતાની પ્રતિભાથી અનેક પેઢીને પ્રભાવિત કર્યા છે

લખનૌ ઘરાનાથી સંબંધ ધરાવતા બિરજૂ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૩૮ એ લખનૌમાં થયો હતો. તેમનું અસલી નામ પંડિત બૃજમોહન મિશ્ર હતુ. આ કથક નર્તક હોવાની સાથે સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજૂ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રસિદ્ઘ કથક ડાન્સર હતા.

બિરજૂ મહારાજે દેવદાસ, ડેઢ ઈશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મોમાં ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતા. આ ઉપરાંત તેમણે સત્યજીત રાયની ફિલ્મ શતરંજના ખેલાડીમાં મ્યૂઝિક પણ આપ્યું હતુ. બિરજૂ મહારાજને ૧૯૮૩જ્રાક્નત્ન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આની સાથે તેમણે સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળ્યું હતુ.  કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય અને ખૈરાગઢ વિશ્વવિદ્યાલયે બિરજૂ મહારાજને ડોકટરેટની માનદ ઉપાધિ આપી હતી.  ૨૦૧૨માં વિશ્વરુપમ ફિલ્મમાં ડાન્સ અને કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૬માં બાજીરાવ મસ્તાનીમાં મોહે રંગ દો લાલ ગીતની કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

(10:18 am IST)