Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

હૈદરાબાદની આ કેફેમાં ૨૪ કેરેટ સોનાના વરખવાળો આઇસક્રીમ મળે છે

હૈદ્રાબાદ,તા. ૧૭: ભારતમાં એવી ઘણી મીઠાઈઓ છે, જેના પર ચાંદીનો વરખ લગાવવામાં આવે છે અને એમાં કાજુકતરીનો પણ સમાવેશ છે. જોકે સોનાનો વરખ ઘણી ઓછી કે નામની મીઠાઈઓ પર લગાવવામાં આવે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફૂડ-બ્લોગરે એક વિડિયો મૂકયો છે, જેમાં હૈદરાબાદની હુબર એન્ડ હોલી કેફેમાં આઇસક્રીમ સર્વ કરાય છે, જેના પર ૨૪ કેરેટ સોનાનો વરખ લગાવવામાં આવે છે.

'જસ્ટ નાગપુર થિંગ્સ'નામનું પેજ ચલાવતા ફૂડ-બ્લોગર અભિનવ જેસવાનીએ આ વિડિયો પોસ્ટ કર્યો હતો. અભિનવ જેસવાની જયારે હૈદરાબાદ ગયો હતો ત્યારે મિની મિડાસ નામે ઓળખાતો અને ૫૦૦ રૂપિયામાં મળતો આ આઇસક્રીમ ટ્રાય કર્યો હતો. આ આઇસક્રીમને શ્રેષ્ઠ ગણાવતાં તેણે કહ્યું કે હૈદરાબાદની મુલાકાત લેનારે એક વાર તો બંજારા હિલ્સ જઈને આ આઇસક્રીમ ખાવો જ જોઈએ. તેની પોસ્ટને અત્યાર સુધી ૨.૩ લાખ વ્યુઝ મળ્યા છે.

(10:18 am IST)