Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પરેડમાંથી બંગાળની ઝાંખી રદઃ બેનરજી ભડકયાં

કોલકાતા,તા.૧૭: આ વર્ષે ૨૬ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં રાજપથ પર યોજાનાર વાર્ષિક પ્રજાસત્ત્।ાક દિન પરેડમાં બંગાળ રાજયના ટેબ્લોને સામેલ કરવામાં આવ્યો નથી. આને કારણે રાજયનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ખૂબ નારાજ થયાં છે અને વડા પ્રધાન મોદી તથા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને પત્ર લખીને વિરોધ દર્શાવ્યો છે.

પત્રમાં બેનરજીએ પરેડમાં બંગાળનાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખીને સામેલ કરવાનો મોદીને અનુરોધ કર્યો છે. એમણે લખ્યું છે કે કેન્દ્ર સરકારે પ્રજાસત્ત્।ાક દિવસ માટેની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીને સ્વીકૃતિ આપવાના કરેલા ઈનકારથી મને આદ્યાત લાગ્યો છે અને દુઃખ પણ થયું છે, કારણ કે ઝાંખીના અસ્વીકાર માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ વખતની ઝાંખીના થીમને દેશની આઝાદી માટે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાન તથા એમની ૧૨૫મી જન્મજયંતિને લક્ષમાં રાખવામાં આવ્યા છે.

(10:19 am IST)