Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ન્યૂડ ડાન્સ, દોસ્તો પાસે ગેંગરેપ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, પ્રાઇવેટ પાર્ટ પર ડામ

ઇન્દોરમાં એક બિલ્ડરે પોતાની પત્નીને કાળજુ કંપી જાય એવી વેદનાઓ આપી : મેટ્રોમોનિયલ સાઈટ્સ દ્વારા થઈ હતી બંનેની ઓળખ, ૨૦૧૯માં લગ્ન કર્યા હતા : પત્નીનો આરોપ છે કે, ફાર્મ હાઉસ પર પતિએ દોસ્તો પાસે ગેંગરેપ કરાવ્યો

ઈન્દોર તા. ૧૭ : મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમારા પણ રૃંવાટા ઊભા થઈ જશે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ ફાર્મ હાઉસમાં દોસ્તો સામે ન્યૂડ ડાન્સ કરાવતો હતો. આટલું જ નહીં, ફાર્મ હાઉસમાં દોસ્તો સાથે મળીને પત્નીની સાથે કેટલીય વાર ગેંગરેપ કર્યો. આ તો કંઈ સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય આચરીને કેટલીય વેદનાઓ આપી હતી. મહિલાએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી પતિ સહિત પાંચેય લોકોને રવિવારે અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા હતા.

ઈન્દોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મહિલા મૂળ છત્તીસગઢની રહેવાસી છે. તે એક સરકારી ટીચર છે. આરોપી પતિ સાથે મહિલાની ઓળખાણ એક મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા થઈ હતી. એ પછી બંનેએ લગ્ન કર્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં મહિલાએ કહ્યું કે, લગ્ન પ્રસંગ દરમિયાન તેના પતિના ઘરેથી કોઈ પણ આવ્યુ નહોતું. તે એકલો જ લગ્ન કરવા માટે આવ્યો હતો. આરોપી પહેલેથી જ પરિણિત છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ૩૨ વર્ષીય મહિલાનો આરોપ છે કે, ઈન્દોર જિલ્લાના ક્ષિપ્રા પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ફાર્મ હાઉસમાં પતિ અને તેના દોસ્તોએ નવેમ્બર ૨૦૧૯દ્મક ઓકટોબર ૨૦૨૧ દરમિયાન તેની સાથે કેટલીય વાર ગેંગરેપ કર્યો હતો અને અપ્રાકૃતિક કૃત્ય કર્યુ હતુ.

પોલીસે અધિકારીએ જણાવ્યું કે, મહિલાનો આરોપ એવો પણ છે કે ગેંગરેપ દરમિયાન નાજુક અંગો પર સળગતી સિગારેટના ડામ આપવામાં આવતા હતા. વળી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી.

પોલીસે જણાવ્યું કે, પીડિત મહિલાનું કહેવું છે કે, આરોપીઓના ચુંગાલમાંથી ગમે તેમ છૂટ્યા પછી તે પોતાના પિયરમાં પહોંચી હતી. ત્યારે પણ એક વ્યકિત તેને નુકસાન પહોંચાડવાના હેતુથી પહોંચી ગયો હતો. મહિલાએ મીડિયાને ઈન્ટરવ્યુમાં કહ્યું કે આરોપીઓ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના ફોનમાં કેટલાંય આપત્ત્િ।જનક વીડિયો છે.

પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી કર્યા બાદ આરોપી પતિ અને તેના ચાર દોસ્તોને મધ્ય પ્રદેશ અને છત્ત્।ીસગઢના વિવિધ વિસ્તારોમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. સાથે જ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે.

મહિલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફાર્મ હાઉસમાં ન્યૂડ પાર્ટી થતી હતી. તેનો પતિ આ કામ તેની પાસે પણ કરાવતો હતો. નોકરો પાસે કપડા છૂપાવી દેવડાવતો હતો. મને ન્યૂડ રહેવા માટે મજબૂર કરવામાં આવતી હતી. અહીં બહારથી પણ છોકરીઓ બોલાવવામાં આવતી હતી. મહિલાનો આરોપ છે કે, ન્યૂડ ડાન્સ પછી વારાફતી તેની સાથે બધા રેપ કરતા હતા.

(10:21 am IST)