Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભાજપે હરક સિંહ રાવતને પાર્ટીમાંથી હાંકી કાઢયાઃ કોંગ્રેસમાં જવાની અટકળો તેજ

ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે રાજયમાં મોટું અને કડક પગલું ભર્યુ

દેહરાદૂન, તા.૧૭: ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે રાજયમાં મોટું અને કડક પગલું ભર્યું છે. ભાજપે ધારાસભ્ય હરક સિંહ રાવતને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. સીએમઓએ એક નિવેદન જાહેર કરીને ધારાસભ્ય હરક સિંહ રાવતને પાર્ટીમાંથી હાંકી કાઢવાની પુષ્ટિ કરી છે. હરક સિંહને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ તેમને કેબિનેટમાંથી કાઢી મૂકયા છે.

સૂત્રોનું માનીએ તો હરક સિંહ રાવત આજે બપોરે દેહરાદૂનથી દિલ્હી જવા રવાના થયા હતા. તેમણે ટિકિટ અંગે નારાજગી વ્યકત કરી હતી. તે તેમની વહુ માટે લેન્સડૌનથી ટિકિટ ઇચ્છતા હતા. કોટદ્વાર બેઠક છોડીને તેઓ પોતે સલામત બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા.

સૂત્રોનું માનીએ તો હરકસિંહ રાવત પણ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હતા.

(10:49 am IST)