Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૨૪ કલાકમાં ૨ લાખ ૫૮ હજાર કોરોના કેસ ૩૮૫ લોકોના મોતઃ ઓમિક્રોન કેસ ૮ હજારને પાર

૧૩,૧૩,૪૪૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાઃ ગઈકાલ સુધીમાં કુલ ૭૦,૩૭,૬૨,૨૮૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા.૧૭: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨ લાખ ૫૮ હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના ૧૬ લાખથી વધુ સક્રિય કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા છે અને ૧,૫૧,૭૪૦ રિકવરી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૮૫ લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન કેસની વાત કરીએ તો ભારતમાં તેના કેસ વધીને ૮,૨૦૯ થઈ ગયા છે. ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં ૬.૦૨ ટકાનો વધારો થયો છે.

ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં ગઈકાલે એટલે કે રવિવાર સુધી કોરોના વાયરસ માટે ૧૩,૧૩,૪૪૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ ૭૦,૩૭,૬૨,૨૮૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

એકિટવ કેસોઃ ૧૬,૫૬,૩૪૧ છે, કુલ રિકવરઃ ૩,૫૨,૩૭,૪૬૧, કુલ મૃત્યુઃ ૪,૮૬,૪૫૧, કુલ રસીકરણઃ ૧,૫૭,૨૦,૪૧,૮૨૫, ઓમિક્રોનના કુલ કેસૅં ૮,૨૦૯, દેશમાં અત્યાર સુધી રસીકરણ - ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૫૭.૨૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

(10:50 am IST)