Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભાજપમાંથી હાંકી કઢાયા બાદ હરક સિંહ રાવત ના છલકાયાઆંસુ : કહ્યું -ઉત્તરાખંડમાં તેઓ કોંગ્રેસ પાર્ટી માટે કામ કરશે

આંખોમાં આંસુ અને દર્દથી ભરેલા નિવેદનમાં કહ્યું કે તેમણે ભાજપ માટે શું નથી કર્યું

ઉત્તરાખંડની રાજનીતિમાં હરક સિંહ રાવત એક ખાસ નામ છે. તેમની પણ એક ખાસ ઓળખ છે. ક્યારેક કોંગ્રેસમાં હતા તો ક્યારેક ભાજપનો હિસ્સો બન્યા અને હાલમાં ભાજપે તેમને બહારનો રસ્તો બતાવ્યો છે. તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પહેલા કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આટલો મોટો નિર્ણય લેતા પહેલા તેઓએ (ભાજપ) મારી સાથે એકવાર પણ વાત કરી નથી. જો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો ન હોત તો મેં 4 વર્ષ પહેલા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હોત. મને મંત્રી બનવામાં બહુ રસ નથી, હું માત્ર કામ કરવા માંગુ છું.

 

હરક સિંહ રાવતે પોતાની આંખોમાં આંસુ અને દર્દથી ભરેલા નિવેદન દ્વારા કહ્યું કે તેમણે ભાજપ માટે શું નથી કર્યું. પરંતુ આ સાથે કહ્યું કે ઉત્તરાખંડમાં આગામી સરકાર કોંગ્રેસની બનવા જઈ રહી છે અને તેઓ કોંગ્રેસ પાર્ટી માટે કામ કરશે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મને દિલ્હીમાં મળવા બોલાવ્યો, ટ્રાફિકને કારણે મોડું થયું. હું તેમને અને ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહને મળવા માંગતો હતો, પરંતુ હું દિલ્હી પહોંચ્યો કે તરત જ મેં સોશિયલ મીડિયા પર જોયું કે તેઓએ (ભાજપ) મને કાઢી મૂક્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હરક સિંહ રાવતે ગુપ્ત બેઠક કરી હતી જે બાદ ભાજપે આકરો નિર્ણય લેવો પડ્યો હતો.

(12:09 pm IST)