Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

યુપી ચૂંટણી 2022 : ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ જાહેર ન કરતા હોય તેવા રાજકીય પક્ષોની નોંધણી રદ કરો : એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાહિદ હસનના ખરડાયેલા ભૂતકાળનું ઉદાહરણ ટાંક્યું

ન્યુદિલ્હી : યુપી ચૂંટણી 2022 એ રાજકીય રંગ પકડ્યો છે. જે મુજબ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે ભારતના ચૂંટણી પંચને એવા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે કે જેઓ ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ જાહેર કરતા નથી.

અરજીમાં સમાજવાદી પાર્ટી (SP) દ્વારા ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે કૈરાના મતવિસ્તારમાંથી નાહિદ હસનને મેદાનમાં ઉતારવાના વિશિષ્ટ ઉદાહરણને ટાંકવામાં આવ્યું છે.

 


એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે ભારતના ચૂંટણી પંચને એવા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે કે જેઓ ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ.ને જાહેર કરતા નથી

ભાજપના નેતા ઉપાધ્યાયે સમાજવાદી પાર્ટી (SP) દ્વારા ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે કૈરાના મતવિસ્તારમાંથી નાહિદ હસનને મેદાનમાં ઉતારવાના વિશિષ્ટ ઉદાહરણને ટાંક્યું.

ઉપાધ્યાયે આરોપ લગાવ્યો કે હસન એક કુખ્યાત ગેંગસ્ટર છે પરંતુ એસપીએ ન તો તેના ગુનાહિત રેકોર્ડને ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત કર્યા છે અને ન તો તેની પસંદગીનું કારણ, જે સુપ્રીમ કોર્ટના ફેબ્રુઆરી 2020ના ચુકાદા મુજબ ફરજિયાત છે.

 


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રામબાબુ સિંહ ઠાકુર વિ. સુનિલ અરોરા અને ઓર્સમાં ફેબ્રુઆરી 2020ના તેના ચુકાદામાં નિર્દેશ આપ્યો હતો કે રાજકીય પક્ષોએ તેમની સત્તાવાર વેબસાઇટ્સ તેમજ અખબારો અને સોશિયલ મીડિયા પર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની વિગતો અપલોડ કરવી જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:49 pm IST)