Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

હત્યાના પ્રયાસના કેસમાં ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેની આગોતરા જામીન અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી : શિવસેનાના સભ્યની કથિત હત્યાના પ્રયાસની ઘટના પાછળ રાણે મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ

મુંબઈ : હત્યાના પ્રયાસના કેસમાં ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેની આગોતરા જામીન અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે . તેમના ઉપર મહારાષ્ટ્રના કણકાવલી વિસ્તારમાં 18 ડિસેમ્બર, 2021 ના રોજ કથિત રીતે બનેલી શિવસેનાના સભ્ય વિરુદ્ધ હત્યાના પ્રયાસની ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ છે.

બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય નિતેશ રાણે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્રએ હત્યાના પ્રયાસના કેસમાં દાખલ કરેલી આગોતરા જામીનને ફગાવી દીધી હતી.

 

આ આદેશ જસ્ટિસ સીવી ભડાંગ દ્વારા ઉચ્ચારવામાં આવ્યો હતો, જેમણે રાણેને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવા સક્ષમ બનાવવા માટે 27 જાન્યુઆરી, 2022 સુધી મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાણે સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરવાની ખાતરી પણ લંબાવી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાણે પર મહારાષ્ટ્રના કનકવલી ક્ષેત્રમાં 18 ડિસેમ્બર, 2021 ના રોજ બનેલી શિવસેનાના સભ્ય વિરુદ્ધ હત્યાના પ્રયાસની ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:52 pm IST)