Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

આંતરરાષ્ટ્રીય ભીખારી છે ઇમરાનખાન !

પાકિસ્તાની વિપક્ષી પાર્ટી આર્થીક સંકટ સંદર્ભે ભડકી : ઇમરાન ખાનની વડાપ્રધાન પદેથી વિદાય જ આર્થીક સમસ્યાનો ઉકેલ !

ઇસ્લામાબાદ, તા., ૧૭: પાકિસ્તાનની દિવસે-દિવસે કથળી રહેલી આર્થીક સ્થિતિ સંદર્ભે ભડકેલો વિપક્ષી પાર્ટી જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ સિરાજુલ હક એ ઇમરાન ખાનને આંતરાષ્ટ્રીય ભીખારી ગણાળ્યો છે. રવિવારે હકકે કહ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીની વિદાય જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા દશે માટે ઉપાય છે. તેમણે દેશમાં નવેસરથી ચૂંટણીથી માંગ કરી છે.

પેટ્રોલીયમ પેદાશોની વધી રહેલી કિંમતો અંગે હકે ઇમરાન સરકારની આલોચના કરી છે. ઇમરાન ખાન અને પાકિસ્તાન એક સાથે કામ ન કરી શકે તેવું તેમણે કહ્યું છે. આ દેશમાં રાજનીતિથી ફાયદો કે નુકશાન માટે કોઇ જગ્યા બચી નથી. ઇમરાનખાનની વડાપ્રધાન પદેથી વિદાય જ દરેક સમસ્યાનો ઉકેલ છે. તેમ સિરાજુલ હકે ઉમેર્યુ હતું.

ઇન્ટરનેશનલ મોનીટરી ફૂડ (આઇએમએફ) સાથે પાકિસ્તાનના વિવાદસ્પદ સોદા ઉપર સિરાજુલ હકે કહ્યું કે, પાકના પીએમ આંતરરાષ્ટ્રીય ભીખારી બની ગયા છે. પીટીઆઇના નેતૃત્વ વાળી સરકાર રાજકારણ માટે અસમર્થન છે. પાકિસ્તાન દેવાળીયુ બની ગયું છે. આઇએમએફની શરતો પુરી કરવા માટે ફાઇનાન્સ સપ્લીમેન્ટ્રી બીલ અને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (સંશોધન) વિધેયક ર૦ર૧ને પાસ કરવાનો વિપક્ષે ઇન્કાર કરી દીધો હતો.

(2:38 pm IST)