Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વાસુ હેલ્થકેરે ઠંડા તાપમાન દરમિયાન એક હાઈડ્રેટિંગ અને તાજગીસભર અનુભવ માટે વિન્ટર કેર પ્રોડકટ્સની સિરીઝ રજૂ કરી

મુંબઇ, તા.૧૭: શિયાળાની ઋતુમાં આપણી ત્વચાને સૌથી વધુ સંભાળ, હાઈડ્રેશન અને પોષણની જરૂરિયાત હોય છે. ઋતુની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને તેને શુષ્ક તથા ખરાબ થતી અટકાવવા માટે હર્બલ કોસ્મેટિકસ અને પર્સનલ કેર સેગમેન્ટની અગ્રણી બ્રાન્ડ વાસુ હેલ્થકેરે ઠંડા તાપમાન દરમિયાન એક હાઈડ્રેટિંગ અને તાજગીસભર અનુભવ મેળવવા માટે વિન્ટર કેર પ્રોડકટ્સની સિરીઝ રજૂ કરી છે. કંપનીએ વાસુ નેચરલ્સ બ્રાન્ડ હેઠળ સંપૂર્ણ શરીરની સંભાળ માટે કોકોઆ બટર, શીયા બટર, એલોવેરા અને ઓલ સિઝન જેવા બોડી લોશન અને સ્કીન ક્રીમની સમગ્ર રેન્જ રજૂ કરી છે.

વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક તત્વો અને સમૃદ્ઘ હર્બલ વસ્તુઓથી મિશ્રિત વાસુ નેચરલ વિન્ટર કેર પ્રોડકટ્સ આ ઋતુમાં ચમકદાર અને મોઈશ્ય્યુરાઈઝડ મુલાયમ ત્વચા માટે સૌથી શ્રેષ્ઠ પ્રોડકટ્સ હોઈ શકે છે. અમારી પાસે વાસુને વિજ્ઞાન આધારિત, સમસ્યાનું નિરાકરણ લાવનારી, હેડ-ટુ-હીલ બ્રાન્ડના સ્વરૂપે સ્થાપિત કરવાનો દ્રષ્ટિકોણ છે જેમાં પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. અમે વિશ્વભરમાં અમારા ગ્રાહકો માટે સર્વોત્ત્।મ અને નવીનતમ હેલ્થ અને વેલનેસ પ્રોડકટ્સ રજૂ કરવાના મિશન પર કામ કરી રહ્યા છીએ.

વાસુ નેચરલ્સની સ્થાપના આયુર્વેદના સમૃદ્ઘ વારસાથી પ્રોત્સાહિત અને મજબૂત આરએન્ડડી, આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સમર્થિત નવી હર્બલ પ્રોડકટ્સની રેન્જ રજૂ કરવાના ઉદ્દેશ્યથી થઈ છે. કંપની ૫૦ થી વધુ પ્રોડકટ્સની સમગ્ર રેન્જ રજૂ કરે છે જેમાં ફેસ વોશ, ફેસ માસ્ક, ફેસ સ્ક્રબ, હેન્ડ ક્રીમ, ફૂટ ક્રીમ, ફેસ ક્રીમ, શાવર જેલ, બોડી લોશન, લિપ કેર, સ્કીન ક્રીમ, હેન્ડ સેનિટાઈઝર, ગુલાબ જળ વગેરેનો સમાવેશ થાય છે. વાસુ નેચરલ્સની પ્રોડકટ્સ પેરાબિન-મુકત, ફોર્મલાડેહાઈડ-મુકત, હલાલ સર્ટિફાઈડ, નોન-ઈરિટન્ટ અને સુરક્ષા માટે ડર્મેટોલોજીકલી સર્ટિફાઈડ છે.

(3:15 pm IST)