Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

આર્થા એનર્જી રિસોર્સિસએ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ ઓનલાઈન પ્લેટફોર્મ રીન્યુ શેર લોન્ચ કરવાની ઘોષણા કરી

૧૨ મહિનામાં રૂ. ૧૦૦ કરોડના વ્યવહારો એયુએમ સાથે ભારતના ૨૦ શહેરોમાં ૧૫ ગણી વૃદ્ઘિની આશા રાખે છે

મુંબઇ, તા.૧૭: ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રદાતા આર્થા એનર્જી રિસોર્સિસ (AER)એ   રિન્યુએબલ એનર્જી (RE) ઈન્વેસ્ટમેન્ટ ઓનલાઈન પ્લેટફોર્મ RenewShare લોન્ચ કરવાની દ્યોષણા કરી છે જે દેશમાં ય્ચ્ એસેટ્સની ખંડીત માલિકીને સક્ષમ કરે છે. એક સ્વાયત્ત્। રોકાણ પ્લેટફોર્મ તરીકે શરૂ કરાયેલ, RenewShare ભારતમાં ઝડપથી વિકસતા RE લેન્ડસ્કેપનો એક ભાગ હોવા સાથે તેમના હાલના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવામાં રસ ધરાવતા રોકાણકારોને સેવા પૂરી પાડે છે. તેના લોન્ચ દરમિયાન, આ પ્લેટફોર્મે ૪ શહેરોમાં ફેલાયેલી RE એસેટ્સ સાથે, રોકાણકારો તરફથી રૂ.૧૦ કરોડની પહેલેથી જ રોકાણ બાંયધરી, સાથે રૂ.૭ કરોડની અસ્કયામતો સાથે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) પહેલેથી જ એનલિસ્ટ કર્યુ છે.

રોકાણકાર કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે, REના આકર્ષક એસેટ કલાસ તરીકે વિકસાવીને ઉર્જા ક્ષેત્રે રોકાણને RenewShare આગળ ધપાવે છે. તેણેથીમેટિક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ (SPVs) એનલિસ્ટ કર્યુ છે, જેમાં નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા પછી વિન્ડ અને સોલાર સેગમેન્ટમાં સમાન પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેકટ્સને જોડવામાં આવે છે. રોકાણકારો પાસે પસંદગી હોય છે અને તેઓ તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે તેમના પસંદગીના ય્ચ્ પ્રોજેકટ સાથે SPVનો પૂલ પસંદ કરી શકે છે.

લોન્ચ અંગે ટિપ્પણી કરતા, RenewShareના સ્થાપક અને સીઇઓ અનિમેષ દામાણીએ જણાવ્યું હતું કે, RenewShareના લોન્ચ સાથે, અમે રોકાણકારોને તેના સિવાય ઉચ્ચ-કેપ માર્કેટમાં પ્રવેશવા માટે સક્ષમ બનાવીશું, જયારે ગ્રીન એનર્જીના અમલીકરણથી પર્યાવરણીય પ્રભાવને આગળ ધપાવીશું. જયારે REના પ્રભાવશાળી વૃદ્ઘિની વાર્તા ધરાવે છે, ત્યારે મોટાભાગના રોકાણકારો માટે આ ક્ષેત્રમાં રોકાણની સક્ષમ તકોની એકસેસ વર્ચ્યુઅલ રીતે અસ્તિત્વમાં નથી. RE સેગમેન્ટ સ્વતંત્ર રીતે માલિકી અને સંચાલન કરવા માટે અત્યંત ખર્ચાળ એસેટ કલાસ હોવાનો ટેગ ધરાવે છે. અમે એક એગ્રીગેટર તરીકે રોકાણ માટે ટિકિટના કદમાં ઘટાડો કરવાની અનુકૂળતા લાવીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો હેતુ ધરાવીએ છીએ.

(3:16 pm IST)