Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પંજાબમાં હવે ૧૪ ફેબ્રુઆરીના બદલે ર૦મી ફેબ્રુઆરીએ મતદાન

વિવિધ રાજકીય પક્ષોએ કરેલી વિનંતીને પગલે ચુંટણી પંચે તારીખો બદલાવી : સંત ગુરૂ રવિદાસ જયંતીને કારણે ર૦ લાખથી વધુ લોકો બનારસ જનારા હોય તારીખો બદલાવવા વિનંતી થઇ હતી

નવી દિલ્હી, તા., ૧૭: પંજાબમાં વિધાનસભાની ચુંટણી ૧૪ ફેબ્રુઆરીને બદલે ૨૦ ફેબ્રુઆરીએ યોજાશે. રાજકીય પક્ષોએ કરેલી વિનંતી બાદ ચુંટણીપંચે આ નિર્ણય લીધો છે.
પંજાબની તમામ ૧૧૭ બેઠકો માટે અગાઉ એક જ તબક્કામાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું હતું પરંતુ વિવિધ રાજકીય પક્ષોએ દલીત સમુદાયના સંત રવીદાસની જયંતીને કારણે મતદાનની તારીખ ફેરવવા વિનંતી કરી હતી. જેને ધ્યાને લઇ ચુંટણી પંચે તારીખ બદલવાનો નિર્ણય લીધો છે.
વિવિધ રાજકીય પક્ષોએ એવું કહયું હતું કે, ૧૬ ફેબ્રુઆરીએ શ્રી ગુરૂ રવિદાસ જયંતી છે. આ પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો ગુરૂના જન્મસ્થળ બનારસ જતા હોય છે એટલે ૧૦ થી ૧૬ વચ્ચે મોટા ભાગના લોકો યુપીમાં હશે તેથી તેઓ મતદાન નહિ કરી શકે. રાજયમાં ૩૨ ટકા અનુસુચીત જાતી ભાઇચારો છે. આજ કારણે રાજકીય પક્ષોએ તારીખો બદલવા વિનંતી કરી હતી અને હવે ચુંટણી પંચે આજે લંબાણપુર્વકની વિચારણા બાદ ૧૪ ફેબ્રુઆરીના બદલે ૨૦ મી ફેબ્રુઆરીએ ચુંટણી યોજવાનો નિર્ણય લીધો છે.

 

(3:18 pm IST)