Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભરમૌરથી બડગ્રાં સુધી 40 કિ.મી. ચાલીને આરોગ્‍ય વિભાગની ટીમે કિશોરોને વેક્‍સી લગાવી

બરફથી ભરેલા ગ્‍લેશિયરને પાર કરતા આરોગ્‍ય કર્મચારીઓના વીડિયો આરોગ્‍ય વિભાગે વાયરલ કર્યો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વિરૂદ્ધ જંગ ચાલુ છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરે દેશમાં દસ્તક આપી છે બીજી તરફ સ્વાસ્થ્ય કર્મી પણ પોતાની ડ્યૂટી કરી રહ્યા છે. સ્વાસ્થ્ય કર્મી અંતરિયાળ વિસ્તારમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરી લોકોને વેક્સીન લગાવવા માટે પહોચી રહ્યા છે.

દેશમાં કિશોરોનો વેક્સીન લાગી રહી છે. એવામાં જનજાતીય ક્ષેત્ર ભરમૌરથી બડગ્રાં સુધી 40 કિલોમીટર બરફમાં ચાલીને સ્વાસ્થ્ય વિભાગ ટીમે કિશોરોને વેક્સીન લગાવી હતી. ટીમ કલાકો સુધી ચાલતી નીકળ્યા બાદ બડગ્રાં પહોચી હતી.

આ વચ્ચે ટીમે ત્રણ ગ્લેશિયર પાર કરવા પડ્યા હતા. બરફથી ભરેલા ગ્લેશિયરને પાર કરતા સ્વાસ્થ્ય કર્મીઓનો વીડિયો સ્વાસ્થ્ય વિભાગે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

(4:44 pm IST)