Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઉત્તરાખંડના પ્રદેશ અધ્યક્ષ સરિતા આર્ય ભાજપમાં સામેલ થઈ ગયા

ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો : સરિતા આર્યની સાથે જ મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વંદના ગુપ્તા પણ ભાજપમાં સામેલ થયા

નવી દિલ્હી, તા.૧૭ : ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ભારે મોટો ઝાટકો વાગ્યો છે અને મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સરિતા આર્ય બાગી બનીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. સરિતા આર્ય નૈનીતાલ બેઠક પરથી ૨૦૧૨માં ધારાસભ્ય રહી ચુક્યા છે અને બેઠક પરથી ટિકિટનો દાવો કરી રહ્યા હતા. પરંતુ યશપાલ આર્યના દીકરા સંજીવ આર્ય કોંગ્રેસમાં સામેલ થયા ત્યાર બાદ તેમની દાવેદારી નબળી પડી ગઈ હતી. કારણે તાજેતરમાં તેમણે કોંગ્રેસ હાઈકમાનને મહિલાઓને ટિકિટ આપવાને લઈ ઘેર્યું હતું.

સરિતા આર્ય ભાજપમાં સામેલ થઈ ગયા છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે દેહરાદૂન ખાતે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. સરિતા આર્યની સાથે મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વંદના ગુપ્તા પણ ભાજપમાં સામેલ થયા છે. ઘટના કોંગ્રેસ માટે મોટા આંચકારૂ માનવામાં આવે છે. હકીકતે ભાજપના નેતાઓ સાથેના સમાચાર બાદ વાતની ચર્ચા જોરમાં આવી હતી કે, તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. જોકે ગઈકાલે તેમણે વાતનું ખંડન કર્યું હતું કે તેઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, હું હજું કોંગ્રેસમાં છું અને મને આગળની કોઈ જાણકારી નથી. કારણ કે, દેશમાં લોકશાહી છે, દરેક વ્યક્તિ પોતાના માટે વિચારવા સ્વતંત્ર છે. તેમના નિવેદનના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા હતા.

(8:09 pm IST)