Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગોવા મેડિકલ કોલેજના ૧૦૦ રેસિડેન્ટ ડોક્ટરો અને જુદા જુદા વિભાગના ત્રણ વડાઓ સહિત સ્ટાફના ૨૦૦ લોકોને કોરોના વળગ્યો

ગોવા મેડિકલ કોલેજના ૨૦૦ થી વધુ સ્ટાફને  કોરોના પોઝિટિવ આવેલ છે. દરમિયાન ગોવામાં ગઈકાલે રવિવારે સાત કોરોના મૃત્યુ નોંધાયા છે. જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાંના ૧૦૦ થી વધુ તો રેસિડેન્ટ ડોકટરો અને કન્સલ્ટન્ટ છે.  ગોવા મેડિકલ કોલેજ અલગ-અલગ વિભાગના ત્રણ વડાઓ પણ કોવિડ પોઝિટિવ આવ્યા છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર જો ઈમરજન્સી પ્લાન બનાવવામાં નહીં આવે તો હોસ્પિટલનું કામકાજ ખોરવાઈ જશે.  સુપર-સ્પેશિયાલિટી બ્લોકમાં ૩૦૦ માંથી ૨૦૦ પથારી દર્દીઓથી ભરાઈ ગઈ છે.

(5:35 pm IST)