Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

દંતકથાસમી કોલર વાલી વાઘણને અંતિમ વિદાયમાન અપાયું

મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વની સુપ્રસિદ્ધ કોલરવાલી વાઘણનું વયોવૃદ્ધ ઉંમરે લાંબી માંદગી પછી મૃત્યુ થતાં સ્થાનિક ગ્રામજનોએ ફુલહાર કરી અંતિમ શ્રદ્ધાંજલિ આપ્યાની તસવીરો વાયરલ થઇ છે. લાંબા સમયથી આ વાઘરણ જંગલમાં જોવા મળી ન હતી. છેલ્લે ઉંમર થઈ જવાથી ખુબ જ નબળાઈ સાથે એક જ સ્થળે પડેલી જોવા મળી હતી અને તેનું સતત મોનિટરિંગ જંગલખાતા દ્વારા થતું રહેલ. વાઘણ કોલરવાળીએ તેના જીવન પર્યન્ત ૨૯ વાઘ બાળકોને જન્મ આપ્યો હતો. ૨૦૦૩માં સૌ પ્રથમ પ્રસુતિ દરમ્યાન ત્રણ બાળકોને જન્મ આપેલ જે તમામ મૃત્યુ પામ્યા હતા.

(6:09 pm IST)