Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મહારાષ્ટ્ર સ્થાનિક ચૂંટણીઓ : રાજ્ય સરકારે 27% OBC બેઠકોને સામાન્ય તરીકે પુનઃસૂચિત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગ કરી : 6 ડિસેમ્બર, 2021 ના રોજ, સુપ્રીમ કોર્ટે આગામી ચૂંટણીમાં OBC માટે 27 ટકા બેઠકો અનામત રાખવાની રાજ્ય ચૂંટણી પંચની સૂચના પર રોક લગાવી દીધી હતી : 19 જાન્યુઆરી, બુધવારના રોજ સુનાવણી

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામત 27 ટકા બેઠકોને સામાન્ય શ્રેણીની બેઠકો તરીકે પુનઃસૂચિત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી)ને આદેશ આપતા સર્વોચ્ચ અદાલતના આદેશને પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ એડવોકેટ શેખર નાફડે હાજર રહીને કોર્ટને 15 ડિસેમ્બર, 2021ના કોર્ટના આદેશને પરત ખેંચવા માટે રાજ્યની અરજી પર સુનાવણી કરવા જણાવ્યું હતું.

જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની ત્રણ જજોની બેંચ 19 જાન્યુઆરી, બુધવારે સુનાવણી કરવા સંમત થઈ હતી.

 

ઉલ્લેખનીય છે કે વિકાસ કૃષ્ણરાવના ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓમાં ઓબીસી માટે 27 ટકા અનામત દાખલ કરવાના રાજ્યના પગલાને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે તે સર્વોચ્ચ અદાલતના ઇન્દ્રા સાહની ચુકાદામાં નિર્ધારિત 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:10 pm IST)