Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સિંગર વિજય સુંવાળા બાદ મહેશ સવાણીએ આપ છોડી : પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું : રાજકારણમાં ગરમાવો

આમ આદમી પાર્ટીને એક પછી એક મોટા ઝટકા : એક જ દિવસમાં ત્રણ મોટા નેતાઓ વિજય સુંવાળા,નીલમબેન વ્યાસ અને મહેશ સવાણીને ગુમાવ્યા : મહેશ સવાણીએ કહ્યું- હું સમાજ સેવા કરવા માટે રાજનીતિ છોડી રહ્યો છું

અમદાવાદ : ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાઇ ગયા છે તેની ગણત્રીના કલાકોમાં જ મહેશ સવાણીએ પણ આપમાંથી રાજીનામું ધરી દીધું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આપમાંથી નિલમબેન વ્યાસ પણ આજે સવારે જ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. આપમાંથી મહત્વની ત્રણ મોટી વિકેટો ખરી જવાનાં કારણે હાલ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એક પછી એક દિગ્ગજોનાં રાજીનામાને કારણે હાલમાં તો આપના ઉચ્ચ પદસ્થ નેતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી આપનાં ખુબ જ મહત્વા નેતા હતા. હાલમાં આપમાં મોટા પાયે ટાટીયા ખેંચ ચાલી રહી હોવાનું પણ લાગી રહ્યું છે. જો કે મહેશ સવાણી કયા મુદ્દે નારાજ હતા તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે મહેશ સવાણી કયા પક્ષ સાથે જોડાય તે અંગે પણ ચિત્ર સ્પષ્ટ નથી. હાલમાં તો તેઓ આપ છોડી રહ્યા છે તેટલી જ માહિતી છે. આ ઉપરાંત તેમને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, હું સમાજ સેવા કરવા માટે રાજનીતિ છોડી રહ્યો છું. 

જાણીતા ઉદ્યોગપતિ અને ૪૦૦૦ થી વધુ દીકરીઓના લગ્ન કરવી આપનાર મોટાગજાના અગ્રણી શ્રી મહેશભાઈ સવાણીએ આમ આદમી પાર્ટીથી પોતાને અલગ કરી લીધાનું તેમના સાથીદાર શ્રી તળાવીયાએ અકિલાની જણાવ્યું છે: ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટો ભૂકંપ: અત્યારે મહેશભાઈ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે

 
(7:35 pm IST)