Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,527 કેસ નોંધાયા:વધુ 24 લોકોના મોત

સક્રિય કેસ ઘટીને 83,982 થયા: પોઝીટીવનો દરવધીને 27.99 ટકા થઈ ગયો

નવી દિલ્હી :  દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 12,527 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીઓના મોત થયા છે. સક્રિય કેસ ઘટીને 83,982 થઈ ગયા છે. જ્યારે   પોઝીટીવનો દરવધીને 27.99 ટકા થઈ ગયો છે.આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 18,340 દર્દીઓ સાજા પણ થયા છે. દિલ્હીની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા 2784 છે. દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ પર 909 અને વેન્ટિલેટર પર 140 દર્દીઓ છે. દિલ્હીમાં કોરોનાના કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 34958 છે.

13 જાન્યુઆરીએ શહેરમાં 28,867 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, જે મહામારી શરૂ થયા બાદ એક જ દિવસમાં સંક્રમણના સૌથી વધુ કેસ હતા. આ તારીખે 98832 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.સોમવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કોરોનાના ઘટતા કેસ પર કહ્યું કે આંકડા સારા સંકેતો તરફ ઈશારો કરી રહ્યા છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓ ઓછા દાખલ થઈ રહ્યા છે અને તેનો અર્થ એ છે કે થોડા દિવસોમાં ચેપનો દર પણ ઓછો થઈ જશે.

(9:09 pm IST)