Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 5.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો : 12 લોકોના મોત : અનેક ઇજાગ્રસ્ત : ઘણા મકાનોને નુકશાન

અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત બડધિસમાં ભૂકંપના આંચકા અનુભવાયા

કાબુલ :અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત બડઘિસમાં સોમવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા. ત્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત જણાઇ રહ્યા છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તિવ્રતા 5.6 રહી છે . સ્થાનિક અધિકારીઓએ આની માહિતી આપી. માહિતી અનુસાર, અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત બડધિસમાં ભૂકંપના આંચકા બપોરે અનુભવાયા હતા . ભૂકંપના આંચકાથી અનેક ઘર ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે.

(11:12 pm IST)