Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મુંબઈવાસીઓને રાહત : કોરોનાના છેલ્લા 24 કલાકમાં 5,556 નવા કેસ નોંધાયા : 15 ,551 દર્દીઓ સાજા થયા

મુંબઈનો રિકવરી રેટ વધીને 93 ટકા થયો: મુંબઈમાં નવા 5,556 દર્દીઓમાંથી 479 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે.

મુંબઈ :કોરોના મહામારીએ આ વર્ષે મુંબઈવાસીઓના નવા વર્ષની શરૂઆત ભયના પડછાયા હેઠળ કરી હતી. નવા વર્ષના પ્રથમ અને બીજા અઠવાડિયા દરમિયાન, દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવાથી વહીવટીતંત્ર અને નાગરિકોને થોડી રાહત મળી રહી છે.આજે પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 5,556 નવા કોરોના કેસ જોવા મળ્યા છે.

નવા પીડિતોની સરખામણીમાં મોટી સંખ્યામાં નાગરિકો કોરોના મુક્ત થયા છે અને કુલ 15 હજાર 551 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, સોમવારે મુંબઈમાં 5,556 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને સારવાર દરમિયાન 12નાં મોત થયાં હતાં. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,469 થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 9 લાખ 35 હજાર 934 મુંબઈગરાંએ કોરોનાને માત આપી છે. પરિણામે, મુંબઈનો રિકવરી રેટ વધીને 93 ટકા થયો છે.

મુંબઈમાં 5,556 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 479 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 140 બેડમાંથી માત્ર 5 હજાર 628 બેડનો ઉપયોગ થયો છે.

(11:52 pm IST)