Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

યુ.કે.માં ટ્રાવેલ રૂલ્સ કડક બનાવ્યા : 33 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે 10 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત : અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી : નિયમનો ભંગ કરનારને 10 વર્ષની સજા તથા 10 હજાર પાઉન્ડનો દંડ કરાશે

લંડન : કોરોના વાઇરસના વધી રહેલ કેસના કારણે યુ.કે.માં ટ્રાવેલ રૂલ્સ કડક બનાવાયા છે.જે મુજબ 33 દેશોની યાદી બહાર પાડવામાં આવી છે.જ્યાંથી આવતા પ્રવાસીઓ માટે 10 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત કરાયું છે.જે માટે સરકારે  માન્ય કરેલી હોટલમાં 1750 પાઉન્ડ ચૂકવીને ક્વોરેન્ટાઇન થવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ ઉપરોક્ત નિયમનો ભંગ કરનાર માટે 10 વર્ષની સજા તથા 10 હજાર પાઉન્ડનો દંડ નક્કી કરાયો છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(2:17 pm IST)