Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બેંગલુરૂમાં કોરોના વિસ્ફોટ

મેરેજ એનિવર્સરીની પાર્ટી બાદ ૧૦૩ ને કોરોના

એક એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ જોન કરાયો જાહેર

નવી દિલ્હી તા. ૧૭: બેંગલુરના બોમનહલ્લી વિસ્તારના એસએનએન રાજ લેકવ્યુ એપાર્ટમેન્ટમાં એક સાથે ૧૦૩ લોકોને કોરોના થયો છે. આ લોકોએ એપાર્ટમેન્ટમાં કોઇ પ્રોગ્રામ કર્યો હતો. બાદમાં કેટલાક લોકો તબિયત નાદુરસ્ત થઇ તો દરેકના ટેસ્ટ કરવામાં આવ્યા. પોઝિટીવ મળેલા લોકોમાં ૯૬ની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે.

કોરોનાના આ કેસ એક પાર્ટી બાદ સામે આવ્યા છે. રેસીડેન્શીયલ સોસાયટીમાં હાલમાં પાર્ટી આયોજીત કરવામાં આવી હતી. આ ઘટના બાદ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો છે.

બૃહટ બેંગલુરૂ મહાનગર પાલિકાએ પણ આ વાતની જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે બોચનહલ્લીમાં રાજ લોકવ્યું એપાર્ટમેન્ટ છે. આ મામલા બાદ બીબીએમપીએ કેરળથી આવતા લોકો માટે કોરોનાની નેગેટીવ આરટીપીસીઆર રીપોર્ટને અનિવાર્ય કરવામાં આવ્યો છે.

(10:59 am IST)