Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

નવા શિખર સર કરી સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો ઘટાડો

ખાનગી બેંકો, આઈટીના શેરોના ભાવમાં ગાબડાં પડ્યા : સેન્સેક્સમાં ૫૦ અને નિફ્ટીમાં ૧.૨૫ પોઈન્ટનો ઘટાડો, સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શેર નીચા મથાળે બંધ થયા

નવી દિલ્હી, તા. ૧૬ : મંગળવારે સ્થાનિક શેર બજારોમાં ખાનગી બેંક અને આઈટી શેરના ઘટાડાથી મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) શરૂઆતના કારોબારમાં ૫૨૫૧૭ પોઇન્ટનો નવો રેકોર્ડ પહોંચી ગયો તે પછી તે ૬૫૦ પોઇન્ટ ઘટીને ૫૧૮૬૪ પર પહોંચ્યો પરંતુ અંતે તે ૫૦ પોઇન્ટ અથવા ૦.૧ ટકાના ઘટાડા સાથે, ૫૨૧૦૪ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી પણ ૧.૨૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૫૩૧૩ ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ આજે કારોબાર દરમિયાન ૧૫૪૩૨ પોઇન્ટની નવી ટોચને સ્પર્શ્યો હતો.

સેન્સેક્સના ૩૦ માંથી ૧૬ શેર નીચા મથાળે બંધ થયા છે. પાવરગ્રિડ, ઓએનજીસી, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, મારુતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧ થી ૬ ટકા સુધીનો ઉછાળો. જોવા મળ્યો. બીજી તરફ, એક્સિસ બેક્ન, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, આઇશર મોટર્સ, એસબીઆઈ, એચયુએલ, ટીસીએસ અને ઇન્ફોસીસના શેર ઘટ્યા છે.

વહેલી સવારથી શેરબજાર ખુબ જ વેગ સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ સોમવારે ૫૨,૧૫૪ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, આજે આશરે ૨૪૬ પોઇન્ટના ઉછાળા સાથે ૫૨,૪૦૦ પોઇન્ટના રેકોર્ડ સ્તરે ખુલ્યો હતો. કારોબારની શરૂઆતની થોડી મિનિટોમાં સેન્સેક્સ ઝડપથી વધ્યો અને ૫૨,૩૧૬ પોઇન્ટની સર્વાધિક ઊંચી સપાટીને સ્પર્શ્યો. બીજી તરફ, નિફ્ટીમાં પણ જોરદાર તેજી જોવા મળી. નિફ્ટી સોમવારે ૧૫,૩૧૪ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો અને આજે લગભગ ૫૭ પોઇન્ટના ઉછાળા સાથે ૧૫,૩૭૧ પોઇન્ટની સપાટીએ ખુલી ગયો હતો. કારોબારની શરૂઆતની થોડી મિનિટોમાં નિફ્ટી પણ ૧૫,૪૧૬ પોઇન્ટના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો.

સોમવારે સેન્સેક્સ આશરે ૩૬૩ પોઇન્ટના શાનદાર ઉછાળા સાથે ૫૧,૯૦૭ ના રેકોર્ડ સ્તરે ખુલ્યો હતો. કારોબારની પ્રથમ થોડી મિનિટોમાં સેન્સેક્સ ઝડપી તેજી જોવા મળી અને તેમે ૫૨ હજારનું સ્તર વટાવી નાખ્યું. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૬૦૯.૮૩ અંક એટલે કે ૧.૧૮ ટકા વધીને ૫૨,૨૩૫.૯૭ ના સ્તર પર બંધ થયા હતા. સેન્સેક્સ શેરોમાં એક્સિસ બેક્નમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. તે લગભગ ૬ ટકા વધ્યો હતો. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, ઈન્ડસઇન્ડ બેંક, એચડીએફસી અને કોટક બેંકમાં વેગ મળ્યો હતો. બીજી તરફ, શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ડો. રેડ્ડીઝ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચયુએલ અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ છે.

(12:00 am IST)