Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

હવે સિંધુ બોર્ડર પર હિંસા

ખેડૂત આંદોલનમાં સામેલ પ્રદર્શનકારીએ SHO પર કર્યો તલવારથી હુમલો

નવી દિલ્હી તા. ૧૭ : કૃષિ કાયદા વિરૂદ્ઘ ખેડૂતોના વિરોધ પ્રદર્શન માં સામેલ દેખાવકારે દિલ્હી પોલીસના SHO પર જીવલેણ હુમલો કર્યો છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર આંદોલનમાં સામેલ એક પ્રદર્શનકારીએ સમયપુર બાદલીના SHO આશીષ દુબે પર હુમલો કર્યો. જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખેડૂત આંદોલનમાં સામેલ હરપ્રીત સિંહ નામના દેખાવકારી (નિહંગ)એ ગઈ કાલે મોડી સાંજે ૮ વાગે તલવારના જોરે દિલ્હી પોલીસના એક જવાનની કાર છીનવી લીધી. ત્યારબાદ પોલીસે તેનો પીછો કરવાનો શરૂ કર્યો તો તે મુકરબા ચોક પર કાર છોડીને સ્કૂટી લઈને ભાગી ગયો.

આ દરમિયાન પોલીસફોર્સ જેમાં સમયપુર બાદલીના SHO આશીષ દુબે પોતાના અન્ય સ્ટાફકર્મીઓ સાથે જયારે તેનો પીછો કરી રહ્યા હતાં ત્યારે તે વખતે આ વ્યકિતએ તલવારથી હુમલો કર્યો જેમાં આશીષ દુબે માંડ માંડ બચ્યા. SHOના ગળા પર ઈજા થઈ છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિલ્હી પોલીસના SHO પર હુમલાનો આરોપી પંજાબનો રહીશ છે, જેના વિરુદ્ઘ બે કેસ દાખલ થયા છે. આરોપી પ્રદર્શનકારી વિરુદ્ઘ પહેલો કેસ લૂંટનો અને બીજો કેસ કલમ ૩૦૭ હેઠળ એટલે કે હત્યાના પ્રયાસનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

(10:58 am IST)