Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જીએસટી વિરૂધ્ધ 'કેટ'ના ૨૬મીના બંધને દેશભરમાં જોરદાર ટેકો

જીએસટીના વર્તમાન સ્વરૂપ પર કેટ બહાર પાડશે શ્વેતપત્ર : બધા રાજ્યોમાંથી વિરોધી સૂર ઉઠવા લાગ્યો

નવી દિલ્હી,તા. ૧૭: જીએસટી કર પ્રણાલીને સરળ કરી હોવાનો દાવો સતત કરવામાં આવી રહ્યો છે. પણ હકીકતમાં ખરેખર તો તે દેશની અત્યાર સુધીની સૌથી જટીલ કર પ્રણાલી બની ગઇ છે. જેમાં વેપારીઓ માટે કોઇ સુવિધા નથી પણ તેને નિયમોના પાલન માટે ચારે બાજુથી જકડી લેવામાં આવ્યા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કર પ્રણાલીને અત્યારે લોકશાહી તંત્ર નહી પણ અધિકારી તંત્ર ચલાવી રહ્યુ છે.

દેશના દરેક રાજ્યમાં હવે જીએસટીના અનેક જોગવાઇઓ સામે વિરોધનો અવાજ વધવા લાગ્યો છે. વેપારીઓ જ નહીં પણ કર પ્રેકટીશનરો, લઘુ ઉદ્યોગ અને બીઝનેશ સાથે સંકળાયેલા અન્ય વર્ગોએ પણ કેટના ભારત બંધને અભૂતપૂર્વ પ્રભૂત્વ વિરૂધ્ધ એક જૂથ થઇને ઉભા થઇ ગયા છે.

કોન્ફેડરેશન ઓફ ઓઇ ઇન્ડીયા ટ્રેડર્સ (કેટ) નો એ સ્પષ્ટ મત છે કે ભારતીય બંધારણમાં દરેક નાગરિકને પોતાની મરજી મુજબ વેપાર કરવાનો વગર પોતાનું રિટર્ન જમા કરાવવા માટે પ્રતિબંધિત નથી કરી શકાતો તો કરની ઇન્પુટ ક્રેડીટ લેવાથી તેને વંચિત ન કરી શકાય. અને કોઇ પણ કારણ દર્શાવ્યા વગર અથવા સુનાવણીની તક આપ્યા વગર તેનો જીએસટી રજીસ્ટ્રેશન નંબર કેન્સલ ન કરી શકાય.

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં બે અધિસૂચનાઓ ૦૧/ ૨૦૨૧ અને ૯૪/૨૦૨૦ બહાર પાડવામાં આવી છે. જેમાં જીએસટી નિયમોમાં અનેક ફેરફાર કરાયા છે. આ અધિસૂચનાઓ બહાર પાડતી વખતે ભારતના બંધારણ, ન્યાયના કુદરતી સિધ્ધાંત અને ભારતીય ન્યાય પ્રણાલીની ઘોર અવગણના કરાઇ છે. આ અધિસૂચના દ્વારા કર અધિકારીઓને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તે પોતાના વિવેકના આધારે કોઇ પણ નોટીસ આપ્યા વગર કે કોઇ પણ સુનાવણી કર્યા વગર કોઇ પણ વેપારીનું જીએસટી રજીસ્ટ્રેશન નંબર કેન્સલ કરી શકે છે. એક તરફ દેશમાં ન્યાયના ઉચ્ચ માપદંડોનું પાલન કરવા આતંકવાદી અજમલ કસાબને સુનાવણીનો અંતિમ વિકલ્પ આપતા રાત્રે બે વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે છે પણ બીજી બાજુ દેશના વેપારીઓને પોતાનો પક્ષ રાખવાની તક આપ્યા  વગર તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવાની જોગવાઇ જીએસટીમાં કરવામાં આવી છે. આ કેટલો મોટો વિરોધાભાસ કહેવાય.

(11:00 am IST)