Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પેટ્રોલના ભાવ મુદ્દે શશિ થરુરનો કટાક્ષ : કહ્યું -બાબા રામદેવ પાસે યોગ શીખો તો ભાવ 90 નહીં 06 દેખાશે

આકાશને આંબવા લાગી છે તેલની કિંમતો. આપણી સમજની બહાર છે આ તેલનો ઝોલ'.

નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારને લઈને વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે યોગ ગુરુના માધ્યમથી સરકાર પર નિશાન સાધ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટ પર થરુરે એક તસવીર શેર કરી લખ્યુ 'જો તમને બાબા રામદેવ પાસે યોગ શિક્ષા લીધી છે તો તમને પેટ્રોલની કિંમત 06 રુપિયા લીટર જોઈ શકશો છો.

થરુરે લખ્યું કે, આકાશને આંબવા લાગી છે તેલની કિંમતો. આપણી સમજની બહાર છે આ તેલનો ઝોલ'.ઉલ્લેખનીય છે કે 9 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક ભાગોમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લીટરના દર પર વેચાઈ રહ્યું છે.

(12:00 pm IST)