Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

હુડ્ડાની મુશ્કેલીઓ વધી, છ મામલે સીબીઆઇ તપાસ

ઔદ્યોગીક પ્લોટોની ફાળવણી માં ગેરરીતી થયાના આરોપો : સેવા નિવૃત્ત આઇએએસ અધિકારાઅીઓ પણ સામેલ

ચંદીગઢ તા. ૧૭ : પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ તેમના કાર્યકાળમાં પંચકુલામાં ઔદ્યોગિક પ્લોટોની કરેલ ફાળવણીમાં ગેરરીતીના આરોપ સામે આવતા સીબીઆઇ તપાસ હાથ ધરાઇ છે.

ઉપરાંત ચાર સેવાનિવૃત્ત આઇએએસ અધિકારીઓ સામે પણ આંગળી ચિંધાઇ છે.

આ ઔદ્યોગીક પ્લોટોમાં સર્કલ રેટથી ચાર પાંચ ગણી વધુ અને બજાર કિંમતથી સાત આઠ ગણી ઓછી વેલ્યુ આકરવામાં આવી હતી.

જેઓને પ્લોટ ફાળવાયા તેમાં એક ભુપેન્દ્રસિંહ હુડ્ડાની ભત્રીજીનું નામ પણ હોવાનું ખુલ્યુ છે. એ સમયના એડીશ્નલ એડવોકેટ જનરલ રહી ચુકેલા નેરન્દ્ર હુડ્ડાના પત્નિ નંદીતાના નામે પણ પંચકુલામાં ગોલ્ડન ટયુલિપ હોટલ છે.

અન્ય નામો છે તેમાં પ્રદીપ કુમાર કે જે પૂર્વ સી.એમ.ના સીચવ સિંહ રામના પુત્ર છે. જયારે કંવરપ્રિતસિંહ સંધુ કે જેઓ કુરૂક્ષેત્ર વિવિના કુલપતિ લે.જનરલ (સેવાનિવૃત્ત) ડીડીએસ સંઘુના પરિવારમાંથી આવે છે. એજ રીતે ડાંગર કલ્યાન એ સમયના વરિષ્ઠ ઉપમહવિવકતા વાઘયા રામ કલ્યાણના પુત્ર સંજય કલ્યાણના પરિવારમાંથી આવે છે.

એજ રીતે અમન ગુપ્તા, લે. કર્નલ ઓપી દહીયા, મે. વાઇપીટી એન્ટરમેન્ટના માલિક સિધ્ધાર્થ ભારદ્વાજ, પ્રેમજયોત સિંહના પત્નિ મનજોત કૌર સહીતના નામો પણ આ ચર્ચામાં આવ્યા છે.

(12:49 pm IST)