Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

એમ્નેસ્ટી ઇન્ડીયાની કરોડોની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડીયાની ૧૭ કરોડની સંપતિ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)એ જપ્ત કરી છે. વિદેશી સંસ્થાઓ પાસેથી ધન મેળવવા માટે ગેરરીતીઓ આચરવાના આરોપસર સીબીઆઇએ અગાઉ એફઆઇઆર દાખલ કરી હતી. એમ્નેસ્ટી ઉપર આરોપ છે કે આ સંસ્થાએ વિદેશી સંસ્થાઓ પાસેથી ધન મેળવવા કયારેય રજીસ્ટ્રેશન કરાવેલ નથી.

સરકારે ગયા વર્ષે કડકાઇ દાખવીને માનવાધીકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના તમામ બેન્ક ખાતા ફ્રીઝ કરી દીધા હતા. તે પછી આ સંસ્થાએ ભારતમાંથી પોતાનો વાવટો સંકેેલી લીધો હતો.

(2:59 pm IST)