Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ખેડૂતો વચ્ચે જઇને કૃષિ કાનૂનો અંગેનો ભ્રમ દૂર કરો

ભાજપાની ટોચની નેતાગીરીનો પોતાના નેતાઓને આદેશ

નવી દિલ્હી તા. ૧૭: કિસાન આંદોલન સામે નિપટવા માટે ભાજપાની ટોચની નેતાગીરીએ મંગળવારે યુપી, હરિયાણા અને રાજસ્થાનના મુખ્ય નેતાઓ સાથે મહત્વપુર્ણ મીટીંગ કરી હતી. ભાજપા નેતાગીરીએ આ બધા નેતાઓને આદેશ આપ્યો છે કે તેઓ ખેડૂતોની વચ્ચે જઇને કૃષિ કાનૂનો અંગેનો તેમનો ભ્રમ દૂર કરે.

પક્ષના મુખ્યાલયમાં મંગળવારે ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા બોલાવાયેલ આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, કૃષિ પ્રધાન નરેન્દ્રસીંહ તોમર ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના લગભગ ૧૦ સાંસદો બે ડઝનથી વધારે ધારાસભ્યો, કેટલાક ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો હાજર હતા. આ બેઠકનો ઉદ્દેશ કિસાન આંદોલનને ખતમ કરવા માટેની આગામી રણનીતિ બનાવતા પહેલા આંદોલન પ્રભાવિત વિસ્તારોના ખેડૂતોની માહિતી એકઠી કરવાનો હતો.

(3:00 pm IST)