Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કભી-કભી મેરે મનમે આતા હૈ !!!

મોદીને જનતાએ બબ્બે વાર કેમ ચૂંટી કાઢયા : પ્રિયંકાએ સીધુ નિશાન તાકયું

૧૬ હજાર કરોડના બે પ્લેન ખરીધ્યા, તેમાંથી દેશભરના શેરડીના ખેડૂતોનું દેણું ચુકવી શકાત

બિજનૌર : ખેડૂત રાજનીતીના સહારે યુપીમાં કોંગ્રેસની નાવને મધદરિયેથી બહાર કાઢવામાં લાગેલ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સીધુ જ નરેન્દ્રભાઇ ઉપર નિશાન તાકતા જણાવેલ કે તેમણે દુનિયા ફરવા બે વિમાનો ખરીદયા છે, તેની કિંમત એટલી છે કે તેમાંથી શેરડીના ખેડૂતો અત્યાર સુધીની બાકી રકમ ચુકવણીની વ્યવસ્થા થઇ શકે.

ચાંદપુર ખાતે ખેડૂત પંચાયતને સંબોધીત કરતા પ્રિયંકાએ વધુમાં જણાવેલ કે મોદી એવા વડાપ્રધાન છે કે તમારૂ ચુકવણુ પુરૂ નથી કર્યુ પણ પોતાના માટે દુનિયા ફરવા બે પ્લેન ખરીદયા છે. આ બંનેની કિંમત ૧૬ હજાર કરોડ છે. જયારે ૧૫ હજાર કરોડમાં દેશમાં દરેક શેરડી ખેડૂતોની બાકી રકમ પરત કરી શકતા હતા.

પ્રિયંકાએ જણાવેલ કે નેતા અને જનતા વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હોય છે. જનતા તેને બનાવે છે અને નેતા તેના ઉપર ઉભા રહે છે. તમારી અને અમારી વચ્ચે ભરોસાનો સંબંધ હોય છે. તે જ ભરોસો હોય છે તેના લીધે એક નેતાને તમે આગળ વધારો છો.

કયારેક કયારેક મનમાં આવે છે કે વડાપ્રધાન મોદીને બબ્બે વાર જનતાએ કેમ ચુંટી કાઢયા. એટલા માટે જીતાડયા હશે કે મનમાં આશા રહી હશે. ભરોસો હશે કે તેઓ તમારા માટે કામ કરશે. ગત ચુંટણીમાં મોદીએ ખેડૂતો અને બેરોજગારીની વાત કરેલ. આવી નીતીઓ લાવીશું જેથી ખુશીઓ વધે પણ હકીકતે તેમના રાજમાં એવું કશું નથી થયુ. એકલા યુપીમાં જ શેરડીના ખેડૂતોની ચુકવણી ૧૦ હજાર કરોડ બાકી છે. જયારે દેશભરમાં ૧૫ કરોડની છે.

(3:05 pm IST)