Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વિશ્વભરમાં કોરોનાએ ૨૪ લાખ જીવ લીધા : ૧૧ કરોડ ઝપેટમાં

વોશીંગ્ટન : દુનિયાભરમાં કોરોનાએ છેલ્લા ૧ વર્ષમાં ૨૪ લાખથી વધુ માનવ જીવનના જીવનદીપ ઓલવી નાખ્યા છે. અહિંની જોન હોપકિન્સ યુનિ.ના કહેવા મુજબ દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંક ૧૧ કરોડની નજીક પહોંચી ગયો છે. એકલા અમેરીકામાં ૨ કરોડ ૭૭ લાખ લોકોને કોરોના વળગી ગયેલ છે અને લગભગ પાંચેક લાખના જીવ ગયા છે.

(3:08 pm IST)