Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજદ્રોહ કાનૂનનો ઉપયોગ વિરોધીઓને ચૂપ કરવા કરી શકાય નહિ : દિલ્હી કોર્ટ

નવી દિલ્હી,તા. ૧૭: દિલ્હીની એક કોર્ટે કહ્યું છે કે તોફાનીઓના બ્હાને અસંતુષ્ટોને 'ચૂપ' કરી દેવા માટે 'રાજદ્રોહ' કાનૂનનો ઉપયોગ કરી શકાય નહિ.

ખેડૂત આંદોલન દરમિયાન ફેસબુક ઉપર બનાવટી વિડીઓ મુકવાનો જેમના ઉપર આરોપ મુકાયેલ તેવા બે લોકોને અદાલતે જામીન પણ આપ્યા. આ લોકો ઉપર પોલીસે રાજદ્રોહનો આરોપ મૂકી કેસ દાખલ કર્યો છે.

એડીશ્નલ સેશન્સ જજ શ્રી ધર્મેન્દ્ર રાણાએ દેવીલાલ બુરદક અને સ્વરૂપ રામના જામીન મંજૂર કરતા કહ્યું હતુ કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકારના હાથમાં રાજદ્રોહનો કાયદો એક શકિતશાળી હથિયાર છે. પરંતુ મને શંકા છે કે આરોપી વિરૂધ્ધ કલમ ૧૨૪ (એ)ની હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

(3:56 pm IST)