Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ફ્રાન્સે આતંકવાદ ઉપર રોક લગાવવા વિધેયક પસાર કર્યું

ઈસ્લામી ચરમપંથીઓના ફેલાવાને રોકવા જોગવાઈ : વિધેયકમાં જબરદસ્તીથી લગ્ન અને વર્જિનિટિ ટેસ્ટ જેવી પ્રથાઓ સામે કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૧૭ : દેશમાં આતંકવાદ અને ચરમપંથી ઘટનાઓ પર રોક લગાવવા માટે ફ્રાંસની સરકાર એક વિધેયક પસાર કર્યું છે. નેશનલ એસેમ્બલીમાં પસાર વિધેયકમાં મુખ્ય રીતે શહેર અને ગામોમાં ઈસ્લામી ચરમપંથીઓના ફેલાવાને રોકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રાંસની સરકારનું કહેવું છે કે ઈસ્લામી ચરમપંથથી તેની રાષ્ટ્રીય એકતાને ખતરો બનેલો છે. જોકે વિધેયકમાં કોઈ ખાસ ધર્મનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પરંતુ તેમાં જબરદસ્તીથી લગ્ન અને વર્જિનિટિ ટેસ્ટ જેવા પ્રથાઓ સામે કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન હિંસાને પ્રાત્સાહન આપતો જણાશે તો સરકાર તેની સાથે સખ્તાઈ વર્તશે. એટલું નહી વિધેયકમાં ધાર્મિક સંગઠનોનું મોનિટરિંગ સખ્ત કરવા અને મુખ્યધારાની શાળાઓથી બહારના વિદ્યાર્થીઓને શિક્ષણ આપનારા સંસ્થાનો પર સખ્ત નિયમો અને શરતો લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તુર્કી, કતાર અને સાઉદી અરબથી મસ્જિદોને થતું ફંડિંગ પર ચિંતા વ્યક્ત કરતા ધાર્મિક સંગઠનને વિદેશથી મળતા ફાળાની જાણકારી અને પોતાના બેંક ખાતાને પ્રમાણિત કરવા કહેવામાં આવ્યું છે. વિધેયકના સમર્થનમાં ૩૪૭ સાંસદોએ મત આપ્યો જ્યારે વિપક્ષમાં ૧૫૧ મત પડ્યા. મતદાન દરમિયાન ૬૫ સભ્યો ગેરહાજર રહ્યાં. એસેમ્બલી પાસે વિધેયક પસાર થયું છે હવે તે સીનેટ સામે રજુ થશે. ફ્રાંસમાં વિધેયકનો વિરોધ પણ શરૂ થઈ ચુક્યો છે.

ફ્રાંસમાં મુસ્લિમ સમુદાયની વસ્તી પચાસ લાખ થવાનું અનુમાન છે. હાલના સમયમાં દેશને ઘણાં ઈસ્લામી આતંકવાદી હુમલાઓ અને ચરમપંથી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસમાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. તેને જોઈએ માનવામાં આવે છે કે ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા એક મહત્વનો મુદ્દો હશે. નેશનલ એસેમ્બલીમાં વિધેયકને પસાર કરાવવામાં રાષ્ટ્રપતિ એમૈનુએલ મેક્રોની પાર્ટી પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું છે.

(7:26 pm IST)