Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પશ્ચિમ બંગાળમાં જાણીતા અભિનેતા યશ દાસગુપ્તા સહીત અનેક દિગજ્જ કલાકારો ભાજપમાં જોડાયા

પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે વિધિવત રીતે પાર્ટીમાં આવકાર્યા

પશ્ચિમ બંગાળ  વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતાનું રાજકીય કદ વધારવામાં વ્યસ્ત છે અને જેમાં તેમને સફળતા મળી રહી છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડજોડનું રાજકારણ પણ હાલ ચરમ પર છે. જ્યારે હાલ ટોલિવૂડના જાણીતા અભિનેતા યશ દાસગુપ્તા ભાજપમાં જોડાયા છે.

 આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તમામ પક્ષો પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. તેમજ ભાજપ પશ્ચિમ બંગાળને લઈને ખૂબ ઉત્સાહિત છે. આની પાછળનું કારણ પણ સ્પષ્ટ છે કે કારણ કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 42માંથી 18 બેઠકો પર જંગી વિજય મેળવ્યો હતો. તેની બાદ પાર્ટી રાજ્યમાં પોતાનો રાજકીય પ્રભાવ વધારવામાં વ્યસ્ત છે.

જેમાં ભાજપ રાજયમાં રણનીતિ બનાવીને તેને સફળ બનાવવામાં વ્યસ્ત છે. તેમજ પીએમ મોદી રાજયમાં મુલાકાત માટે આવે તે પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિતશાહ પર રાજયની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમજ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં મોટાપાયે પ્રચાર ઝુંબેશ માટે પણ ભાજપ રણનીતિ બનાવી રહી છે.

યશ દાસગુપ્તાની સાથે સૌમિની વિશ્વાસ, મલ્લિકા બંધ્યોપાધ્યાય, અશોક ભદ્ર, મિનાક્ષી ઘોષ, પાપિયા અધિકારી અને સૌમિલી ઘોષ વિશ્વાસ સહિત અનેક કલાકારો ભાજપમાં જોડાયા છે. ભાજપના બંગાળના પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે વિધિવત રીતે પાર્ટીમાં આવકાર્યા હતા.

(11:57 pm IST)