Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

યુએસને વેક્સિનના રો મટિરિયલ પરનો પ્રતિબંધ હટાવવા અપીલ

કોરોનાથી બચવા વેક્સિન મુકાવવી અત્યંત જરૂરી : સિરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ અપીલ સોશિયલ મીડિયા ઉપર કરી, હવે રસી બનાવવામાં રો મટિરિયલની પણ સમસ્યાઓ નડે છે

નવી દિલ્હી, તા. ૧૬ : કોરોનાના કહર વચ્ચે બચવા માટે કોરોનાની રસી મુકાવવી બહુ જરુરી છે તેવુ ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે.

બીજી તરફ ભારતમાં રસીકરણ અભિયાન તો ચાલી રહ્યુ છે પણ તેમાં પણ રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાનુ રાજ્યો કહી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે રસી બનાવતી ભારતની કંપની સિરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને અપીલ કરી છે. પૂનાવાલાએ કહ્યુ છે કે, જો સાચા અર્થમાં આપણે ભેગા થઈને કોરોનાને હરાવવા માંગતા હોય તો અમેરિકાએ રસી બનાવવા માટેના રો મટિરિયલ પર લગાડેલો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. હું અમેરિકાના પ્રમુખને અમેરિકા સિવાયની દુનિયાની રસી બનાવતી કંપનીઓ વતી વિનમ્ર અપીલ કરુ છું કે, રો મટિરિયલ પરનો પ્રતિબંધ દુર કરો તો બીજી જગ્યાએ પણ પ્રોડક્શન વધી શકે. તમારા વહિવટીતંત્ર પાસે આ બાબતને લગતી તમામ જાણકારી છે. પૂનાવાલાએ આ અપીલ સોશિયલ મીડિયા પર કરી હતી. જે હવે વાયરલ થઈ રહી છે. આ અપીલનો એક અર્થ એ પણ છે કે, રસી બનાવવામાં હવે રો મટિરિયલની પણ સમસ્યા નડી રહી છે.

(12:00 am IST)