Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

હવે કોઇપણ રાજકિય પક્ષ સાંજે સાત વાગ્યા બાદ રેલી કે પ્રચાર કરી શકશે નહીં: બંગાળમાં ચૂંટણી પંચનો આદેશ

મતદાનના 72 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ થઇ જવો જોઇએ

દેશમાં અત્યારે કોરોના વાયરસના કારણે ભયાનક સ્થિતિ સર્જાઇ છે. જોકે, તે છતાં રાજકીય પક્ષો ચૂંટણી લડવામાં અને રાજ્યો પર પોતાનો વર્ચસ્વ જમાવવા માટે ચૂંટણી (એક જાતની જંગ) લડી રહ્યાં છે.ત્યારે  હવે બંગાળની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર, હવે કોઇપણ રાજકિય પક્ષ સાંજે સાત વાગ્યા બાદ રેલી અથવા તો પ્રચાર કરી શકશે નહીં

ઉપરાંત મતદાનના 72 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ થઇ જવો જોઇએ. આ પહેલા આ સમયમર્યાદા 48 કલાકની હતી. ચૂંટણી પંચે કહ્યું કે તમામ ઉમેદવારો અને રાજકિય પાર્ટીઓને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું કહ્યું છે.

ચૂંટણી પંચે બંગાળમાં અડધી ચૂંટણી પતી ગઈ પછી કહ્યું કે સ્ટાર પ્રચારકો અને પાર્ટીના ઉમેદવારો જાતે પણ માસ્ક પહેરે અને સમર્થકોને પણ તેના માટે પ્રોત્સાહિત કરે સાથે જ સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવાનું પોતાના સમર્થકોને કહેવામાં આવે.

(12:00 am IST)