Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભારતમાં UK-આફ્રિકા સ્ટ્રેન બાદ હવે નવો સ્ટ્રેનઃ ૧ હજારથી વધુ કેસ આવ્યા સામે

દેશમાં બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત કોરોનાના ભારતીય રૂપ પણ દર્દીઓમાં મળી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૭: દેશમાં અત્યાર સુધીમાં ૩ થી વધારે રુપથી ગ્રસ્ત ૧૧૮૯ લોકો સંક્રમિત મળ્યા છે. ગત ૩ મહિનામાં ૧૩ હજારથી વધારે લોકો સંક્રમિતોના સેમ્પલની જીનોમ સ્ક્રિનિંગ બાદ જાણવા મળ્યું કે દેશમાં બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત કોરોનાના ભારતીય રુપ પણ દર્દીઓમાં મળી રહ્યા છે.

૧૧૦૯ દર્દીઓમાં બ્રિટેનથી ભારત આવેલા કોરોનાના નવા રુપની ઓળખ થઈ

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે ૧૧૦૯ દર્દીઓમાં બ્રિટેનથી ભારત આવેલા કોરોનાના નવા રુપની જાણ થઈ છે. ત્યારે ૭૯ લોકોમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં તેજીથી ફેલાઈ રહેલા વાયરસોના પ્રકાર એક ભારતીય દર્દીમાં મળી ચૂકયા છે.

આ ઉપરાંત ૧૦ સંક્રણિત દર્દીઓના સેમ્પલમાં વેરિએન્ટ મળ્યા છે જે ભારતમાં જ જોવા મળે છે.  એક ન્યૂઝ વેબસાઈટે ખુલાસો કર્યો હતો કે એક જ વિસ્તારમાં ૩ થી વધારે પ્રકારના કોરોના વાયરસ મળ્યા છે.  જેમાં ૧૦ રાજયોમાં ૨ પ્રકારના વાયરસ મળ્યા છે જેને લઈને કેન્દ્ર સરકારે ૧૦ રાજયોમાં નજર રાખનારી ટીમને સતર્કતા વર્તવાના આદેશ પણ આવ્યા છે.

સમાચાર પ્રકાશિત થયા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદન જારી કરતા ન ફકત આના પર સત્તાવાર મુહર લગાવી છે બલ્કે તેમણે એમ પણ જણાવ્યું છે કે રાજયો તરફથી માંગ મળ્યા બાદ એનસીડીસી તેમના માટે વિશેષ રીતે જનોમ સ્ક્રિનિંગ કરી રહ્યુ છે.

ગત ૮ એપ્રિલે હિમાચલ, ૨૬ માર્ચે પંજાબ, ૧૦ એપ્રિલે રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આવેલા સેમ્પલનું સ્ક્રીનિંગ કર્યા બાદ આ રિપોર્ટ પણ જારી કરી ચૂકયા છે. હાલમાં જ એનસીડીસીએ ચંદીગઢથી આવેલા સેમ્પલમાંથી ૭૦ ટકામાં યુકે વેરિએન્ટની પુષ્ટિ કરવામાં આવી હતી.  સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે નવા વેરિએન્ટથી બચવા માટે આરટી પીસીઆર ટેસ્ટ પર ભાર મુકવામાં આવ્યો છે. આ ટેકિનકના ઓછો ઉપયોગ કરવામાં આપણને સફળતા નહી મળી શકે.

(10:09 am IST)