Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કુંભ મેળાએ પવિત્ર નદીના પાણીને કર્યું સંક્રમિત

સાવધાન... ગંગામાં સ્નાન કરવાથી પણ થઇ શકે છે કોરોના : ૧૫ દિવસ દૂર રહેવા અપીલ

નવી દિલ્હી,તા. ૧૭: ગંગા સ્નાનની મદદથી કોરોના સંક્રમણ વધારે ફેલાવવાનો ખતરો બની રહ્યો છે. ગંગા બેસિન ક્ષેત્રમાં મહામારીનું વિકરાળ રૂપ સામે આવવાની ચિંતા છે. અહીં આગામી ૧૫ દિવસ સુધી ગંગામાં સ્નાન ન કરવાની અપીલ કરાઈ છે. નમામિ ગંગેના અધિકારીઓએ પત્ર લખીને માંગ કરી છે કે તેઓ ગંગા બેસિન વિસ્તારમાં એલર્ટ જાહેર કરે. પ્રો. બીડી ત્રિપાઠીએ કહ્યું કે હાલમાં કોરોના વાયરસની દવા પણ આવી નથી. ગંગાજળ દ્વારા કોરોનાને ખતમ કરવાનો રિપોર્ટ પણ પૂરો થયો નથી. એવામાં જયાં સુધી ગંગાજળથી કોરોનાને ખતમ કરવાની પુષ્ટિ થઈ જતી નથી ત્યાં સુધી લોકોને ગંગા સ્નાન અને ગંગા તટથી દૂર રહેવાની અપીલ કરાય. તેઓએ એમ પણ કહ્યું કે વાયરસ સૂકી જગ્યાની સરખામણીએ પાણીમાં ઝડપથી ફેલાય છે. અને સાથે જ અહીં લાબા સમય સુધી સક્રિય પણ રહે છે. ગંગાના પાણીના વહેણની સાથે આ વાયરસ અનેક લોકો સુધી પહોંચી શકે છે. 

પ્રો. ત્રિપાઠીએ કહ્યું કે રુડકી વિશ્વવિદ્યાલયના વોટર રિસોર્સના ડો. સેદીપ શુકલાએ ગંગાની મદદથી સંક્રમણ ફેલાવવાને લઈને ચિંતા જાહેર કરી છે. ૧૨ વૈજ્ઞાનિકોની ટીમ વહેતા પાણી પર પાણીમાં કોરોના વાયરસ સક્રિય રહેવાના સમયની શોધ કરી રહી છે. શોધાઈ રહ્યું છે કે પાણીમાં વાયરસ કેટલા સમય સુધી સક્રિય રહી શકે છે. 

હરિદ્વારમાં કુંભ સ્નાન બાદ અખાડાથી ૪૦થી વધુ સાધુ સંતોને કોરોના સંક્રમણ થયું છે. મહામંડલેશ્વરના કપિલ દાસનું કોરોના સંક્રમણથી મોત થયું છે. તો અખાડા પરિષદના નરેન્દ્ર ગિરી, અન્નપૂર્ણા મઠ મંદિરના મહંત રામેશ્વર પુરી હોસ્પિટલમાં દાખલ છે. શાહી સ્નાનમાં ૪૯ લાખથી વધુ શ્રદ્ઘાળુઓ સ્નાન કરી ચૂકયા છે તેમાંથી ૨૪૮૩ લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે જે ચિંતાનો વિષય છે.

હરિદ્વારથી લગભગ ૮૦૦ કિમીના મેદાની યાત્રા કરીને ગંગા ગઢમુકતેશ્વર, સોકો, ફર્રુખાબાદ, કન્નોજ, બિઠૂર, કાનપુર, રાયબરેલી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, વારાણસી, બલિયા, ગાઝીપુર, બકસર, પટના, ભાગલપુર થઈને નીકળે છે.

(10:13 am IST)