Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાની બીજી લહેર ૧૦૦ દિવસ રહેશે : ૭૦% વેકસીનેશન બાદ આવશે સ્થિરતા : નિષ્ણાતો

લોકો હર્ડ ઇમ્યુનિટી મેળવી નહિ લ્યે ત્યાં સુધી કોરોનાની લહેર કાયમ રહેશે

નવી દિલ્હી તા. ૧૭ : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે તાંડવ મચાવી રાખ્યો છે. લોકો જલ્દી તેનાથી રાહત મેળવવાની આસા રાખી રહ્યા છે. દક્ષિણ - પૂર્વ પોલિસના એકસપર્ટની તરફથી જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર કોરોનાની બીજી લહેર ૧૦૦ દિવસ સુધી રહી શકે છે. તેઓએ કહ્યું કે ૭૦ ટકા આબાદીને વેકસીનેશન નહીં થાય અને લોકો હર્ડ ઈમ્યુનિટી મેળવી નહીં લે ત્યાં સુધી કોરોનાની લહેર કાયમ રહેશે.

એકસપર્ટએ કહ્યું હતું કે, હર્ડ ઇમ્યુનીટી સંક્રમણ બિમારીઓના વિરોધમાં અપ્રત્યક્ષ રીતે બચાવ થાય છે. આવું ત્યારે થાય છે જયારે આબાદી કે લોકોના સમૂહ કે વેકસીન લગાવવા માટે ફરીથી સંક્રમણથી બહાર આવ્યા બાદ તેની વિરોધમાં ઇમ્યુનિટી વિકસિત કરી લે છે. સમૂહની આ સામૂહિક ઈમ્યુનિટીને હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. પોલીસકર્મીઓની વચ્ચે જાગરુકતા લાવવાના હેતુથી નવા મ્યૂટેન્ટ વાયરસમાં પ્રતિરક્ષા અને અહીં સુધી કે વેકસીનની અસરની પણ ક્ષમતા છે. 

તેઓએ કહ્યું કે એવા લોકો જેમનું વેકસીનેશન થઈ ચૂકયું છે તેમનામાં સંક્રમણ અને કેસનું આ જ કારણ છે. એકસપર્ટ કહે છે કે આ ઉત્પરિવર્તિત વાયરસ એટલો સંક્રામક છે કે તે એક સભ્ય પ્રભાવિત થાય છે તો આખા પરિવારને સંક્રમિત કરે છે. આ બાળકો પર હાવી થઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે નિયમિત આરટી પીસીઆર તપાસ મ્યુટેંટ વાયરસને શોધી શકતી નથી. જો કે સ્મેલ ન આવવી એ આ વાયરસનું એક મોટું સંકેત છે. 

એકસપર્ટ દ્વારા સલાહ અપાઈ છે કે કોરોના વાયરસની બીજી લહેર ૧૦૦ દિવસ સુધી રહી શકે છે. આવી લહેર ત્યાં સુધી આવતી રહે છે જયાં સુધી આપણે ૭૦ ટકા વેકસીનેશન અને હર્ડ ઈમ્યુનિટીને મેળવી ન લઈએ. આ માટે સુરક્ષા ઉપાયો ખાસ કરીને માસ્ક લગાવવાનું ભૂલવું નહીં.

(10:16 am IST)