Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પ્રજાસત્તાક દિવસ હિંસા કેસમાં દીપ સિદ્ધુને રાહત : દિલ્હી કોર્ટને જામીન મંજુર કર્યા : 9 ફેબ્રુઆરીએ હરિયાણાના કરનાલથી ધરપકડ કરાઈ હતી

ન્યુદિલ્હી : આજ શનિવારે દિલ્હીની તીસ હજારી કોર્ટે 26 જાન્યુઆરીના લાલ કિલ્લા હિંસા કેસના આરોપી પંજાબી અભિનેતા દીપ સિદ્ધુને જામીન આપી દીધા છે. દીપ સિદ્ધુ પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે.

દિલ્હી પોલીસે સિદ્ધુની 9 ફેબ્રુઆરીએ હરિયાણાના કરનાલથી ધરપકડ કરી હતી. પ્રજાસત્તાક દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર હિંસા સંદર્ભે નોંધાયેલી એફઆઈઆરમાં દીપ સિદ્ધુ અને અન્યના નામ શામેલ છે. તે બધા પર હિંસા કરવાનો આરોપ છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસા બાદ કેટલાક લોકોએ ધાર્મિક ધ્વજ લહેરાવ્યો હતો. તેમાંથી કેટલાકની ઓળખ થઈ છે, જેમાંથી દીપ સિદ્ધુ મુખ્ય આરોપી છે.

જામીન અરજી પર ચર્ચા દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે તેનો ક્લાયંટ ભીડને એકત્રીત કરવામાં સામેલ નથી. સિદ્ધુએ લોકોને ત્યાં ભેગા થવા હાકલ કરી હોવાનું સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. તીસ હજારી કોર્ટમાં દીપ સિદ્ધુ વતી જામીન અરજી પર દલીલ કરતી વખતે વકીલ અભિષેક ગુપ્તાએ કહ્યું હતું કે ખેડૂત નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેનો અસીલ કોઈ ખેડૂત સંઘનો સભ્ય નથી. તેના પર ટોળાને એકત્રિત કરવા અને ઉશ્કેરવાના આરોપો ખોટા છે. સિદ્ધુ કોઈ હિંસક કાર્યવાહીમાં સામેલ ન હતા.

બચાવ પક્ષના વકીલે કહ્યું કે હિંસા ફાટી નીકળતાં પહેલા સિદ્ધુ ચાલ્યા ગયા હતા. એટલું જ નહીં, તેમણે હિંસક ટોળાને કાબૂમાં લેવા પોલીસને પણ ટેકો આપ્યો હતો. ત્યાં હોવાનો અર્થ એ નથી કે તે પણ ગેરકાયદેસર રીતે એકત્રિત થયેલી ભીડનો ભાગ બન્યો. એડ્વોકેટ અભિષેકે ખુદ દિલ્હી પોલીસના પુરાવા ટાંકતા કહ્યું કે પોલીસ દ્વારા પુરાવા રૂપે બે વીડિયો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં દીપ સિદ્ધુ ટોળાને શાંત પાડતા જોવા મળે છે.

વકીલે એમ પણ કહ્યું કે જો ન્યાયાધીશ ઈચ્છે તો તે આ વીડિયો કોર્ટમાં ચલાવીને બતાવી શકે છે.

એવી દલીલ પણ કરવામાં આવી હતી કે સિદ્ધુ માત્ર એક પંજાબી અભિનેતા જ નથી, પરંતુ તે વકીલ પણ છે. તેના પરિચિત ચહેરાને કારણે તેને બલિનો બકરી બનાવવામાં આવ્યો છે.  આ કેસ મીડિયા ટ્રાયલ પર હાથ ધરવામાં આવી રહ્યો છે. સિદ્ધુની ભૂલ એ છે કે તે ખોટા સમયે ખોટી જગ્યાએ હતો, પરંતુ આ ભૂલનો અર્થ તે નથી કે તે ગુનેગાર બન્યો.  પોલીસ એફઆઈઆરમાં જણાવાયું છે કે લાલ કિલ્લાનો દરવાજો બપોરે 12:30 વાગ્યે તૂટી ગયો હતો અનેટોળું તેના પર ચડી ગયું હતું . જ્યારે સિધ્ધુ બપોરે 2 વાગ્યે જ દિલ્હી પહોંચ્યા હતા.તેવું એચ.દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)