Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાને રોકવા માટે રેલ્વે મંત્રાલયે કમર કસી

સાવધાન...રેલ્વે સંકુલ-સ્ટેશન કે ટ્રેનમાં માસ્ક નહિ પહેરો કે થૂંકશો તો રૂ. ૫૦૦નો દંડ

નવી દિલ્હી, તા. ૧૭ :. દેશમાં હાલમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાના પ્રસારને રોકવા માટે સરકારે કોવિડ પ્રોટોકોલ બનાવ્યુ છે પરંતુ ઘણા લોકો આ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા નથી જેના કારણે આ વાયરસ સતત ફેલાયેલો છે. રેલ મંત્રાલયે એ નક્કી કર્યુ છે કે રેલવે સ્ટેશન પરિસરની અંદર અને રેલમાં યાત્રા દરમ્યાન મે કોઈ પણ યાત્રી માસ્ક વગર જોવા મળે છે તો તેના પર ૫૦૦નો દંડ લગાવામાં આવશે.

રેલ મંત્રાલય દ્વારા દરેક ઝોનના જનરલ મેનેજરોને આપેલા આદેશ મુજબ દરેક યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે રેલવે સ્ટેશનમાં એન્ટ્રી દરમ્યાન અને ટ્રેનમાં યાત્રા દરમ્યાન ફેસ માસ્ક પહેરવા જોઈએ. એટલુ જ નહી રેલ્વે સાફસફાઈનું ધ્યાન રાખીને યાત્રિકો તેમજ સ્ટાફ દ્વારા થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને રેલ મંત્રાલયે પ્રતિબંધોનું ન માનવામાં આવે તો લોકો પર થૂંકવા પર તેમજ માસ્ક ન લગાવવા પર ૫૦૦નો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. રેલ્વે એ આદેશ ૬ મહિના માટે જાહેર કર્યો છે.

(3:59 pm IST)