Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

યુપીમાં કોરોનાની સ્થિતિ બેહદ બગડતી જઈ રહી છે: સરકાર આંકડા છુપાવવાના બદલે સચ્ચાઈ બહાર લાવે: પ્રિયંકા ગાંધી વાડ્રા

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ બેહદ વણસી રહી છે. ચારે તરફથી સમાચાર મળી રહ્યા છે કે બેડ, ઓક્સિજન અને દવાઓની તંગી છે. સરકારનો ધર્મ છે કે સમસ્યા વધારવાના અને આંકડાઓ છુપાવવાના બદલે સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરે અને સચ્ચાઈ સામે લાવે.

(11:55 pm IST)
  • ૬૩ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર દેશમાં કોરોના કેસમાં સતત પ્રથમ નંબરે: ઉત્તર પ્રદેશ ૨૭ હજાર અને દિલ્હી ૧૯ હજાર કેસ સાથે મોખરે રહેલ છે: પુણે ૧૧ હજાર અને મુંબઈ ૮૮૨૫: ગુજરાતમાં ૯ હજાર એ આંક પહોંચવા આવ્યો: એમપી ૧૧ હજાર, કર્ણાટક ૧૪ હજાર અને છત્તીસગઢ ૧૫ હજાર કેસ સાથે હાહાકાર મચાવે છે access_time 11:04 am IST

  • દેશમાં કોરોનાનો હાહાકાર : હજુ 10 રાજ્યોએ આજના નવા કોરોના કેસના આંકડાઓ રિપોર્ટ કરવાના બાકી છે, ત્યાં જ અત્યાર સુધીમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 2,12,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ અને 1130 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાય ચુક્યા છે. access_time 10:12 pm IST

  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST