Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 3 લાખથી ઓછા કેસ : રેકોર્ડબ્રેક દર્દીઓ રિકવર થયા : છેલ્લા 24 કલાકમાં નવા 2,79 લાખથી વધુ કેસ : વધુ 3,71 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 4044 લોકોના મોત : મૃત્યઆંક 2,74 લાખને પાર : કુલ કેસનો આંક 2.50 કરોડ નજીક

સૌથી વધુ મહારાષ્ટ્રમાં 34389 કેસ, તામિલનાડુમાં 33,181 કેસ, કર્ણાટકમાં 31.531 કેસ, કેરળમાં 29704 કેસ, આંધ્રપ્રદેશમાં 24.171 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,117 કેસ, ઉત્તર પ્રદેશમાં 10.505 કેસ, ઓરિસ્સામાં 11,732 કેસ, રાજસ્થાનમાં 10,290 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે 

દેશમાં કોરોનાનાં 3.79.363  લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3.71.080  લાખ નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.79.363 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 4044 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.74,363 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.79.363 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,49.62.605 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 35,17,696એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,71.080 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  2,11,60,301 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ સૌથી વધુ સૌથી વધુ મહારાષ્ટ્રમાં 34389 કેસ નોંધાયા છે જયારે  તામિલનાડુમાં 33,181 કેસ,કર્ણાટકમાં 31.531 કેસ,  કેરળમાં 29704 કેસ, આંધ્રપ્રદેશમાં 24.171 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,117 કેસ ,ઉત્તર પ્રદેશમાં 10.505 કેસ, ઓરિસ્સામાં 11,732 કેસ, રાજસ્થાનમાં 10,290 કેસ છે

(12:01 am IST)
  • ચક્રવાત તૌકતે : હવામાન વિભાગે જાહેર કર્યું છે કે લેટેસ્ટ સેટેલાઇટ તસ્વીર જોતા વાવાઝોડાની 'આંખ' (કેન્દ્ર) નો આગળનો ભાગ અત્યારે ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં પ્રવેશી ચુક્યો છે. અત્યારે વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે અને તે આગામી 3 કલાકમાં પૂર્ણ થશે. ચક્રવાતનું કેન્દ્ર હાલ દીવથી 35 કિ.મી. પૂર્વ - દક્ષિણપૂર્વમાં છે. તે સૌરાષ્ટ્ર કાંઠો ઓળંગીને દીવની પૂર્વ દિશામાંથી 3 કલાકમાં પસાર થઈ જશે. access_time 10:00 pm IST

  • રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ અને ખંભાળિયા પંથકમાં મીની વાવાઝોડું ફુંકાયું : તોફાની પવન સાથે અનેક સ્થળોએ વરસાદ : ભારે પવન ફુંકાતા વીજ પુરવઠો ઠપ્પ : અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ access_time 11:50 pm IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST