Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

આટલા મોત છતાં ગામ રામભરોસે

કોરોના : સ્મૃતિ ઇરાનીના અમેઠીના એક ગામમાં ૧ માસમાં ૨૦ મોત : ૧-૧ ઘરથી નીકળી ૩-૩ લાશો

અમેઠી,તા. ૧૭: ઉત્ત્।રપ્રદેશના અમેઠી જિલ્લાના એક ગામ હારીમઉમાં ગત એક મહિનામાં ૨૦ લોકોના મોતથી હડકંપ મચી ગયો છે. ગ્રામજનોનો આરોપ છે કે, આટલી સંખ્યામાં મોત થયા બાદ પણ સ્વાસ્થ્ય વિભાગ તેમની સંભાળ નથી લઇ રહ્યું. ગ્રામીણોનું કહેવું છે કે, ગામમાં અત્યાર સુધીમાં ન તો કોઇ સેમ્પલ લેવામાં આવ્યા છે અને ન તો સેનિટાઇઝર છાંટવામાં આવ્યું છે. ત્યાં જ સ્વાસ્થ્ય વિભાગે આ આરોપોનું ખંડન કર્યું છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, ગામમાં કોરોનાના લક્ષણોવાળા લોકોનું ઓળખ કરી લેવામાં આવી છે અને સતત સેનિટાઇઝીંગ કરવામાં આવે છે.

ખરેખર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના સંસદીય ક્ષેત્ર અમેઠીના જગદીશપુર સ્થિત હારીમઉમાં એક મહિનામાં ૨૦ લોકોના મોત થયા છે. જેના કારણે ગ્રામીણોમાં ડરનો માહોલ છે. ગ્રામજનો આ મોતને લઇ આશ્ચર્યચકિત છે.

હારીમઉ ગામના નિવાસી રાજેન્દ્ર કૌશલનું કહેવું છે, આ સત્ય છે કે ૧૭-૧૮ લોકોના મોત છે. એક-એક ઘરમાં ૩-૩ લાશો નિકળી છે. એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવે છે પણ તેઓ દર્દીને ઉઠાવતા નથી. જો પરિવારજનો ન ઉઠાવે તો એમ્બ્યુલન્સ પરત જતી રહે છે. બીમાર લોકોને આશાવર્કરો આવીને દવા આપીને જતી રહે છે.

ત્યાં જ ગામના જ રહેવાસી શહનવાઝનું કહેવુ છે, ગામમાં કયા કારણોસર મૃત્યુ થયા તે વિશે જાણકારી નથી પરંતુ સ્વસ્થ્ય વિભાગની ટીમ આવીને દવા આપીને જતી રહે છે. ન તો કોઇ તપાસ કરવામાં આવે છે અને ન તો કોઇ પણ પ્રકારનું સેનિટાઇઝીંગ કરાય છે. આ ગામના ગ્રામપ્રધાન મોતીલલાનું કહેવુ છે કે, અમારા ગામમાં લગભગ ૨૦ લોકોના મોત થયા છે. પરંતુ આ મોત કયાં કારણોસર થયા છે તે વિશે સ્વાસ્થ્ય વિભાગે કોઇ જાણકારી આપી નથી. જે ટીમ તપાસ માટે આવી તેને ન તો કોઇ સેમ્પલની તપાસ કરી, હોસ્પિટલમાં દવા આપી અને જતા રહ્યા.

આ સમગ્ર મામલે અમેઠીના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી આસુતોષ દુબેનું કહેવું છે કે, વેકિસન માટે ગ્રામીણોને સ્વાસથ્ય કેન્દ્રો પર આવાનું રહેશે. વેકિસનનો એક પ્રોટોકોલ છે. વેકિસન ગામમાં ન આપી શકાય. આખા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. લક્ષણવાળા વ્યકિતઓની ઓળખ કરી દવા આપવામાં આવી છે અને સેમ્પલિંગ કરાયું છે.

(10:21 am IST)