Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોરોના સામેની જંગમાં ઝટકો : જાણીતા વાયરોલોજીસ્ટનું ટોચની પેનલમાંથી રાજીનામુ

કોરોના ખતરનાક બનશે એવી માર્ચમાં જ આશંકા વ્યકત કરી'તી

નવી દિલ્હી તા. ૧૮ : એક  મોટા ભારતીય વારોલોજિસ્ટે કોરોનાના વાયરસના વેરિએન્ટને શોધવા માટે સરકાર દ્વારા સ્થાપિત વૈજ્ઞાનિક સલાહકારોના એક બોડીમાંથી રાજીનામુ  આપી દીધુ છે. તેમણે રવિવારે ન્યૂઝ એજન્સી રોયટર્સનો આ જાણકારી આપવાથી ઈનકાર કરી દીધો. INSACOGના નામથી જાણીતા ફોરમમાં વૈજ્ઞાનિક સલાહકાર ગ્રુપના અધ્યક્ષ શાહિદ જામીલે પોતાના રાજીનામાનું કારણ આપવાથી ઈનકાર કરી દીધો.

તેમણે એક ટેકસ્ટ મેસેજમાં કહ્યુ કે હું કોઈ કારણ જણાવવા માટે બંધાયેલો નથી. તેમણે કહ્યુ કે શુક્રવારે રાજીનામુ આપી દીધું છે.  INSACOGની દેખરેખ વાળા પ્રૌદ્યોહિકી વિભાગના સચિવ રેણુ સ્વરુપે આ રાજીનામા પર ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ આ રાજીનામા અંગે કંઈ નથી કહ્યુ. INSACOGના અન્ય સભ્યોએ કહ્યું કે તેમને જામીલ અને સરકારની વચ્ચે ના પ્રત્યક્ષ અસહમતિ અંગે ખબર નહોંતી. ફોરમનો ભાગ રહેલા ઉચ્ચ સરકારી વૈજ્ઞાનિકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેમણે નથી લાગતુ કે જમીલના જવાથી INSACOGના વાયરસ વેરિએન્ટના ઓબ્જર્વેશનમાં કોઈ અડચણ આવશે.

રોયટર્સે આ મહિનાની શરુઆતમાં જણાવ્યુ હતુ કે ભારતીય  SARS-CoV-2 જેનેટિકસ કંસોર્ટિયમ INSACOGના માર્ચની શરુઆતમાં સરકારી અધિકારીઓએ દેશમાં કોરોના વાયરસના એક નવા અને વધારે સંક્રમક સંસ્કરણ અંગે ચેતવણી આપી હતી.  વેરિએન્ટ બી.૧.૬૧૭ના કારણે ભારત વર્તમાન કોવિડ ૧૯ના કેસ દુનિયામાં સૌથી સંક્રમણથી ત્રસ્ત છે. આ પૂછવા પર સરકારના નિષ્કર્ષો પર વધારે મજબૂતીથી પ્રતિક્રિયા કેમ નથી આપી. ઉદાહરણ માટે મોટી સભાઓને પ્રતિબંધિત કરવા જેવી વાત પર છે. તેના જવાબમાં જમીલે રોયટર્સને કહ્યુ કે તે ચિંતિત હતા કે અધિકારીઓ પુરાવા પર પુરતુ ધ્યાન નથી આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંક્રમક બિમારીઓના એકસપર્ટ શાહિદ જમીલે કહ્યુ હતું કે ભલે અત્યારે કેસ ઓછા થતા જોવા મળ્યા હોય પરંતુ બીજી લહેરના અંત થવામાં હજું મહિનાઓ લાગી શકે છે. શાહિદ જમીલના જણાવ્યાનુસાર જુલાઈના અંત સુધીમાં બીજી લહેરનો અંત થશે.

(10:26 am IST)